Friday, January 10, 2025

મોરબી ગેરેજ ધરાવતા મહેશભાઈને લાગ્યો વિજશોક બેભાન થઈ જતા આજુબાજુના લોકોએ શ્વાસો શ્વાસની કૃત્રિમ ક્રિયા સાથે હોસ્પિટલ ખસેડયા

Advertisement

આયુષ હોસ્પિટલના ડોક્ટરોએ તાત્કાલિક સારવાર આપતા‌‌ મહેશભાઈને મળી નવી જિંદગી

મોરબી વાહનો રિપેર કરવાની ગેરેજ ધરાવતા મહેશભાઈ અબાસણીયાને પોતાની જ ગેરેજમાં કોઈ કારણોસર વિજશોકનો મોટો ઝાટકો લાગતા તેઓ સ્થળ પર જ ઢળી પડ્યા હતા જેની જાણ આસપાસમાં રહેલા મેહુલભાઈ કણજારીયા એડવોકેટ અમીતભાઈ ડાભી ખાનભાઈ દીપકભાઈ સહીતને થતા સમયસર તાત્કાલિક મહેશભાઈને વધુ વિજશોક લાગ્યો હોય તેઓને બેભાન હાલતમાં હદય પણ ધીમુ પડી ગયું હોવાથી હોસ્પિટલ લઈ જતી વેળાએ ચારેય યુવાનોએ કૃત્રિમ શ્વાસો શ્વાસની ક્રીયા આપી જેને બીજી ભાષામાં સીપીઆર આપી હદય ધબકતું રાખીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મોરબી આયુષ હોસ્પિટલના ડોક્ટરોએ મહેશભાઈને તાત્કાલિક સારવાર આપી આયુષ હોસ્પિટલના ડોક્ટરો દર્શન પરમાર, રિંકલ રામોલિયા,અમિત ડોડીયા સહિતનાઓએ મહેશભાઈને બચાવવા તનતોડ મહેનત કરી જીવ બચાવવા મહેશભાઈને ચારથી પાંચ ઈલેક્ટ્રીક શોક લગાવી વેન્ટિલેટર પર રાખી બે દિવસની સારવાર બાદ મહેશભાઈ મોત સામે જિંદગી જીતી ગયા હતા અને હાલ મહેશભાઈની તબીયત સારી હોવાનુ ડોકટરોએ જણાવ્યું હતુ

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW