સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કુલપતિ ડૉ. ગિરિશ ભીમાણીએ નવયુગ કોલેજના પ્રથમ વર્ષ માં એડમિશન લેતા B.Sc, B.B.A, B.Com ના સ્ટુડન્ટ્સ ને કારકિર્દીની શરૂઆત કરતા સફળતાનો મંત્ર આપતા પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓની જીવનશૈલી અને કાર્યપદ્ધતિ કેવી હોવી જોઈએ તેનાથી માહિતગાર કર્યા હતા.
પ્રોગ્રામમાં ઉપસ્થિતિ નવયુગના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને લોકસાહિત્યની દુનિયામાં મોટુ નામ એવા રાજુભાઈ આહિરે તેની ભાતિગળ શૈલીમાં વિદ્યાર્થીઓને રમુજની સાથે જ્ઞાન પીરસ્યું હતું.
આ પ્રોગામમાં સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા, મોરબી નગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટી ના પુર્વઅધ્યક્ષ સુરેશભાઈ દેસાઈ, શ્રીમતી રંજનબેન પી. કાંજીયા, બલદેવભાઈ સરસાવાડીયા તેમજ દરેક વિભાગના પ્રિન્સિપાલ અને સ્ટાફ ગણે હાજરી આપી હતો.





