11મી વાર રકતદાન કરી સામાજિક જવાબદારી નિભાવતા માધાપરવાડી કન્યા શાળાના શિક્ષક જયેશભાઈ અગ્રાવત
દાનનો મહિમા ખુબ જ હોય છે.
હાથની શોભા દાનથી હોય છે
ગળાની શોભા સત્યથી હોય છે.
ભગતસિંહ બ્લ્ડ ગ્રુપ મોરબી તરફથી ગ્રુપ ના એડમીન સોનુભાઈ નો જયેશભાઈ ને ફોન આવ્યો કે હાલમા સિવિલ હોસ્પિટલ મોરબીમાં દાખલ કાજલબેન હિતેશ ને A+ બ્લડ ની તાત્કાલિક જરૂર છે.જેથી જયેશભાઈ અગ્રાવત સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે જઈ 11મી વાર રકતદાન કરી પોતાની ફરજ નિભાવી.
આ રીતે દરેક તંદુરસ્ત વ્યક્તિએ પોતાની જવાબદારી સમજી દર ત્રણ મહિને શક્ય હોય તો રકતદાન કરવું જોઈએ એવું ભગતસિંહ બ્લડ ગ્રુપ ના એડમિન સોનુભાઈનું માનવું છે.