Tuesday, May 20, 2025

શ્રી સજનપર પ્રા. શાળામાં બેંક ઓફ બરોડાના 116 મા સ્થાપના દિવસ નિમિત્તે ટંકારા શાખા દ્વારા 8 સિલિંગ ફેન ભેટ આપવામાં આવ્યા

Advertisement
Advertisement
Advertisement

આજરોજ તા. 20 જુલાઈ 2023 મા રોજ બેન્ક ઓફ બરોડાના 116 મા સ્થાપના દિવસ નિમિત્તે ટંકારા શાખા દ્વારા ટંકારા તાલુકાની સરકારી શાળા શ્રી સજનપર પ્રાથમિક શાળામાં 8 સિલિંગ ફેન ભેંટ આપવામાં આવ્યા. આ તકે ખાસ નોંધનીય છે કે બેન્ક વિવિધ ક્ષેત્રોમાં પોતાની સામાજિક જવાબદારી પણ નિભાવે છે. શ્રી સજનપર પ્રા. શાળામાં 8 સિલિંગ ફેન આપવા માટે બેન્ક ઓફ બરોડા ટંકારા શાખાના
*ચીફ મેનેજર અનિમેષભાઈ પાઠક*, બેન્ક ઓફિસર દર્શનભાઈ જાનાણી અને બેન્ક કર્મચારી આનંદભાઈ ગઢવી ખાસ ઉપસ્થિત રહયા હતા અને તેમના દ્વારા શાળાના બાળકોને પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ બેન્ક ઓફિસર જે બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ ચીફ મેનેજર તેમજ બેન્ક ઓફિસરનું શાળા પરિવાર વતી શાલ અને પુસ્તકથી સન્માન કર્યું અને બેન્ક ઓફ બરોડા ટંકારા શાખાનો આભાર પ્રગટ કરેલ છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW