તાજેતર માં પટના બિહાર ખાતે મળેલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની કેન્દ્રીય બેઠક માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગામી કાર્યક્રમો ની વિસ્તૃત ચર્ચા કરવા માં આવી હતી. જે અંતર્ગત આગામી રવિવાર તા.૨૩-૭-૨૦૨૩ ના રોજ મોરબી જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની સૌરાષ્ટ્ર પ્રાંત ની બેઠક યોજાશે. જેમાં હિન્દુ હ્રદય સમ્રાટ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના રાષ્ટ્રીય અધ્યક્ષ મા.ડો. પ્રવિણભાઈ તોગડીયા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મા.શ્રી રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારી અધ્યક્ષ મા.શ્રી બકુલભાઈ ખાખી, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ મા.શ્રી ગીરીશભાઈ ઘેલાણી સહીત ના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
પ્રાંત બેઠક સવારે ૯ થી સાંજે ૫ કલાક સુધી યોજાશે જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર ના વિવિધ વિભાગ, જીલ્લા તથા તાલુકા ના સક્રિય પદાધિકારીઓને ઉપસ્થિત રહેવા સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ મા.ડો. જે.જી.ગજેરા સાહેબ, સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી મા.શ્રી શશીકાંતભાઈ પટેલ, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી મા.શ્રી નિર્મલસિંહ ખુમાણે સંયુક્ત યાદી માં જણાવ્યુ છે.
પ્રાંત બેઠક ને સફળ બનાવવા મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત, શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, શહેર મંત્રી નિર્મિતભાઈ કક્કડ, કૌશલભાઈ જાની સહીતના પદાધિકારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.