Tuesday, March 17, 2026

મોરબી ના નાગડાવાસ ગામે જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના નાગડાવાસ ગામે હાઈસ્કૂલની બાજુમાં આવેલ આરોપી ઘનશ્યામભાઈ રાણાભાઇ સનુરાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાગડાવાસ ગામે હાઈસ્કૂલની બાજુમાં આવેલ આરોપી ઘનશ્યામભાઈ રાણાભાઇ સનુરાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો ધનશ્યામભાઇ રાણાભાઇ સનુરા, સુંદરમભાઇ લક્ષ્મણભાઇ સાંતોલા, રાજભાઇ દેવાયતભાઇ ખાંભરા, નારણભાઇ હરીભાઇ ડાંગર, રોહિતભાઇ નારણભાઇ રાઠોડ, આનંદભાઇ માવજીભાઇ ડાંગર રહે. બધા નાગડાવાસ તા.જી.મોરબી તથા રૂપાભાઇ હિરાભાઇ ચાવડા રહે.હરીપર તા. માળીયા (મી) વાળાને રોકડ રકમ રૂ.૭૨૫૦૦ ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે ઈસમો મયુરભાઇ વસંતભાઇ મિયાત્રા રહે.નાગડાવાસ તા.જી.મોરબી તથા પ્રેમજીભાઇ અવચરભાઇ ચાવડા રહે.હરીપર તા. માળિયા (મી) વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW