Thursday, May 22, 2025

બોલેરો પીકઅપ ગાડીમાંથી દેશી દારૂ ના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેતી વાંકાનેર તાલુકા પોલીસ

Advertisement
Advertisement
Advertisement

રાજકોટ પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા મોરબી,પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી તરફથી પ્રોહી.જુગારની બદી સદંતર નાબુદ કરવા માટે સુચના થઇ આવેલ હોય જે અનુસંધાને પી.એ.ઝાલા ,નાયબ પોલીસ અધિક્ષક,મોરબી વી.પી.ગોલ સી.પી.આઇ.,વાંકાનેરના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ.બી.પી.સોનારા તથા વાંકાનેર તાલુકા ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન તે દરમ્યાન પો.સબ.ઇન્સ. બી.પી.સોનારા સાથેના પોલીસ સ્ટાફ સાથે કોમ્બીંગ અનુસંધાને પો.સ્ટે. વીસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એક બોલેરો પીકઅપ વાહન શંકાસ્પદ જણાતા પીછો કરી પકડી પાડી સદરહું બોલેરો પીકઅપ નં- GJ.13.AW.4220 કિ.રૂ.૩,૦૦૦૦૦/- વાળીમાંથી દેશી દારૂ ભરેલ બાચકા નંગ-૪૪ દેશી દારૂ લીટર-૧૧૦૦ કી.રૂ.૨૨,૦૦૦/- ની હેરાફેરી કરતા કુલ કી.રૂ.૩,૨૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી જાલાભાઇ માધાભાઇ ગેલડીયા ઉવ.૩૨ ધંધો.ડ્રાઇવિંગ રહે.નાડધ્રી તા.મુળી જી.સુરેન્દ્રનગર વાળાને પકડી પાડી તથા સદરહું બોલેરો ગાડીનું પયલોટીંગ કરનાર વિશાલ મંછારામ ગોડલીયા રહે.ગારીયા-યજ્ઞપુરૂષનગર તા.વાંકાનેર જી.મોરબી વાળો નાશી ગયેલ હોય જેથી બન્ને ઇસમો વીરૂધ્ધ વાંકાનેર તાલુકા પો.સ્ટે. માં પ્રોહીબીશન ધારા મુજબનો ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

પકડાયેલ આરોપીનું નામ

જાલાભાઇ માધાભાઇ ગેલડીયા ઉવ.૩૨ ધંધો.ડ્રાઇવિંગ રહે.નાડધ્રી તા.મુળી જી.સુરેન્દ્રનગર નાશી ગયેલ આરોપીનું નામ

નાશી ગયેલ આરોપીનું નામ

વિશાલ મંછારામ ગોડલીયા રહે.ગારીયા-યજ્ઞપુરૂષનગર તા.વાંકાનેર જી.મોરબી

કબ્જે કરેલ મુદ્દામાલ

(૧) દેશી દારૂ લી-૧૧૦૦ કિરૂ.૨૨,૦૦૦/-

(૨) બોલેરો પીકઅપ નં- GJ.13.AW.4220 કિ.રૂ.3,00000/-

(૩) મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ.૨૦૦૦/-

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW