મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ ગે.કા. નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી ખાસ ઝુંબેશ રાખેલ હોય જે અન્વયે એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી એ સુચના કરેલ હોય જે અંગે એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી કરવા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમિયાન એ.એસ.આઇ. કિશોરદાન ગંભીરદાન ગઢવીને બાતમી મળેલ કે, મનોજ પ્રફુલ ગોપ મુળ રહેવાસી ઝારખંડ અને હાલ રહેવાસી વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં આયોટા ટાઇલ્સના લેબર કવાટરની ઉપરના માળની દાદરા ચડતા પશ્ચિમ દીશા તરફ આવેલ ત્રીજા નંબરની રૂમમાં હાલમાં તેણે ગાંજાનો જથ્થો રાખેલ છે અને તે ખાનગીમાં આ ગાંજાનુ વેચાણ કરે છે, જે મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા એક શખ્સ મુદામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૨૦(બી) મુજબની કાર્યવાહી કરી સદરહુ ઇસમને ધોરણસર અટક કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવતી એસઓજી પોલીસ
પકડાયેલ આરોપીનુ નામ, સરનામું :-
મનોજ પ્રફુલ ગોપ ઉ.વ.૨૧ ધંધો મજુરી રહે. મુળ ગામ નયાગાંવ પોસ્ટ ઓફીસ નયાગાંવ (આશ્રમ) મજાવ થાના પશ્ચિમ સિંહભુમ ઝારખંડ હાલ રહે. IYOTA ટાઇલ્સ એલએલપી કંપનીના બેલર ક્વાર્ટર રૂમનં ૯/બી તા.વાંકાનેર જી.મોરબી
– પકડાયેલ મુદ્દામાલ :-
(૧) નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૧ કિલો ૬૭૫ ગ્રામ કિ.રૂ. ૧૬૭૫૦/- ૧ (૨) મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ રૂ.૧૭,૬૫૦/-