મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા મોરબી જિલ્લા કલેકટર ને રજૂઆત કરવામાં આવી છે કે, લાલપર ગામ પાસે 132 KV પાવર સ્ટેશન પાસે મોરબી નગરપાલીકાના ટ્રેકટર દ્વારા વેસ્ટ કચરો, મરેલા પ્રાણી, એઠવાડ જેવો ગંદકીયુકત કચરો ઠાલવવામાં આવે છે.
લાલપર ખાતે 132 KV પાવર સ્ટેશન આસપાસ સિરામિક ફેકટરી આવેલ છે. ફેકટરીમાં રહેતા વર્કરો, મજુરોની કોલોની તથા 132 KV પાવર સ્ટેશન ઓફીસ સુધી અત્યંત દુર્ગંધ આવતી હોય તેથી GETCO ના કર્મચારી તથા સિરામિક ફેકટરીના મજુરો ત્યાં રહેવા તૈયાર નથી. કર્મચારી તથા મજુરોનું આરોગ્ય જોખમાય તેવી સંભાવના હોવાથી ત્યાં કચરો ઠાલવવાનું બંધ કરાવવા તથા સફાઈ કરાવવા રજૂઆત કરવામાં આવી છે