Friday, January 24, 2025

મોરબીની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે “ગીતા જ્ઞાન કસોટી” યોજાઈ

Advertisement

*મોરબીના 12070 જેટલા માધ્યમિક અને કોલેજ વિભાગના વિદ્યાર્થીઓએ આપી કસોટી*

મોરબી,યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા સામાજિક સેવાના, સામાજિક ઉત્થાનના અનેકવિધ પ્રકલ્પોનું આયોજન કરવામાં આવે છે, જેમાં યુવા જ્ઞાનોત્સવ, વાત્સલ્ય દિવસ નિમિત્તે ગરીબ બાળકો માટે લકઝયરીસ કારમાં જોય રાઈડ, ત્રિરંગા યાત્રા, સંકલ્પ નવરાત્રી મહોત્સવ, ગ્રૂપના સભ્યોના જન્મદિનની ગરીબ બાળકો સાથે ઉજવણી, હોળી, દિવાળીના તહેવારોની ઝૂંપડપટ્ટીના બાળકો સાથે ઉજવણી વગેરે કાર્યક્રમોનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે ત્યારે યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા વધુ એક પ્રકલ્પ *ગીતાજ્ઞાન કસોટી* યોજાઈ ગઈ

ભગવદ્દ ગીતાનું ભગવાન શ્રી કૃષ્ણના શ્રીમુખે નિર્માણ થયેલ છે ભગવદ્દ ગીતાએ દુનિયાનો મહાનતમ ગ્રંથ છે, દેશ અને દુનિયા લોકો સંતો-મહંતો રાજપુરુષો, વૈજ્ઞાનિકોએ ગીતામાંથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, ત્યારે આજની પેઢી આજના બાળકો, આજના વિદ્યાર્થીઓ પણ ભગવદ્દગીતાને જાણે, સમજે એ માટે આ પ્રમાણે *ગીતાજ્ઞાન કસોટી* નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં માધ્યમિકના 8570 અને કોલેજ વિભાગના 3500 એમ બે વિભાગ મળીને કુલ 12070 બાર હજાર સિત્તેર જેટલા વિદ્યાર્થીઓએ *ગીતાજ્ઞાન કસોટી* આપીને પોતાના જ્ઞાનમાં વધારો કર્યો હતો.હવે આગળના તબક્કે બંને વિભાગમાંથી પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનારની કસોટી તાલુકા કક્ષાએ કસોટી લેવામાં આવશે અને યોગ્ય ઉપહારથી સ્પર્ધકોને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે,ગીતાજ્ઞાન કસોટી આપવામાં સહભાગી થનાર તમામ શાળા,કોલેજનો પ્રિન્સિપાલ, સંચાલક તમામ શિક્ષકોનો, વિદ્યાર્થીઓનો યંગ ઈન્ડિયા ગ્રૂપ- મોરબી દ્વારા આભાર પ્રકટ કરવામાં આવ્યો છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW