Thursday, May 22, 2025

ટીંબડી ગામ પાસે આવેલ શિવાનંદ પેટ્રોલ પંપ પર બે શખ્સો એ ૪૮ હજાર ની લૂંટ ચલાવી

Advertisement
Advertisement
Advertisement

મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર ટીંબડી ગામની સીમમાં આવેલ શિવાનંદ પેટ્રોલપંપ ઉપર મોટરસાયકલ પર બે શખ્સો આવી રાત્રીના રાત્રીના સમયે કામ કરતા કર્મચારીને નાના કટર જેવા હથીયાર વડે ઇજા પહોંચાડી તેની પાસેથી રાત્રીના પેટ્રોલ-ડીઝલના વેચાણના આશરે રૂ. ૪૮,૦૦૦ ની લુંટ કરી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મુળ મોરબી તાલુકાના ટીંબડી ગામના વતની અને હાલ મોરબીના અંનજીપુત્ર એપાર્ટમેન્ટ, જયઅંબેનગર, અવની ચોકડી પર રહેતા રોહિતભાઈ દુર્લભજીભાઈ છનીયારા (ઉ.વ.૨૭) એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી કે ગત તા. ૧૭-૦૮-૨૦૨૩ ના રોજ ફરીયાદીના શિવાનંદ નામના પેટ્રોલપંપે એક કાળા કલરના પલ્સર મોટર સાયકલમાં બે અજાણ્યા માણસો (આરોપીઓ) પેટ્રોલ પુરાવવા આવી જે પૈકી પાછળ બેઠેલ માણસે ફરીયાદીના પેટ્રોલપંપમાં રાત્રીના સમયે કામ કરતા સાહેદ રાહુલસિંગ વિક્રમસિગને એક નાના કટર જેવા હથિયારથી જમણા હાથમાં છરકો કરી ઇજા કરી, તેની પાસેથી રાત્રીના પેટ્રોલ-ડીઝલ વેચાણના રૂપીયા આશરે ૪૮,૦૦૦/- ની લુંટ ચલાવી છે. આ બનાવ અંગે રોહિતભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે તપાસ હાથ ધરી આરોપી નરેન્દ્રસિંગ દીલીપસિંગ રાવત ઉ.વ.૨૨ રહે.મેઅસા પો.સ્ટે બેનીરી થાળુ તા.ઠોણઢ જી.અજમેર રાજસ્થાન તથા ઠાકુરસીંગ ભૈરવસીંગ અમરસીંગ રાવત ઉ.વ.૨૪ રહે.ભીમગામ થાણૂ – પો.સ્ટે ભીમ જીલ્લો – રાજસ્મંદ રાજસ્થાનવાળાને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૯૪,૧૧૪, તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW