Monday, February 3, 2025

લાલપર ગામની સીમમાં આવેલ ESC ડેકોરેટીવ નામના ગોડાઉનમાં જુગાર રમતા ૦૬ ઇસમોને એલસીબી એ ઝડપી લીધા

Advertisement

લાલપર ગામની સીમમાં આવેલ ESC ડેકોરેટીવ નામના ગોડાઉનમાં જુગાર રમતા કુલ-૬ ઇસમોને રોકડા રૂપીયા, મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂ.૩,૨૩,૯૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી
મળતી માહિતી મુજબ લાલપર ગામની સીમમાં આવેલ સયાજી હોટલ સામે ઇ.એસ.સી. ડેકોરેટીવ નામનુ ગોડાઉન ભાડે રાખી ગોડાઉનના સેડમાં ટાઇલ્સના બોકસની આડસ કરી તેમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે રેઇડ કરતા કુલદીપભાઇ વિનોદભાઇ મેરજા ઉ.વ. ૨૭ રહે. બગથળા તા.જી.મોરબી,ભગીરથસિંહ ગજુભા પરમાર ઉ.વ. ૩૩ રહે. મોરબી-૦૨ લાલબાગ સરકારી કવાર્ટસ,મૌલીકભાઇ ઘનશ્યામભાઇ ઉભડીયા ઉ.વ. ૨૬ રહે. મહેન્દ્રનગર હરીગુણ સોસાયટી જી.મોરબી, સુરૂભા વિક્રમસિંહ સોલંકી ઉ.વ. ૩૫ રહે. મોરબી ભડીયાદ રોડ, સાયન્સ કોલેજ સામે, શૈલેષભાઇ મનુભાઇ ડાંગર ઉ.વ. ૩૯ રહે. નાની વાવડી કબીરધામ આશ્રમ પાસે મારૂતી પાર્ક, પ્રવિણભાઇ રામભાઇ ડાંગર ઉ.વ. ૩૫ રહે. નાની વાવડી કબીરધામ આશ્રમ પાસે મારૂતી પાર્ક વાળાઓને રોકડ રકમ રૂ. ૩,૨૩,૯૦૦/- મુદ્દામાલ સાથે ઝડપી પાડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW