મોરબી: મોરબી તાલુકાના પીપળી ગામે શાંતિનગર, સોસાયટીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા આઠ ઇસમોને રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટાફને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેકટરે સર્વેલન્સ સ્ટાફ સાથે મોરબી તાલુકાના નવી પીપળી ગામ, શાંતિનગર સોસાયટીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા આઠ ઇસમો લાલજીભાઇ નરોત્તમભાઇ સોનગ્રા ઉ.વ.૨૮, રહે. વિદ્યુતનગર સોસાયટી, તા.જી.મોરબી, પ્રદિપભાઇ અમૃતભાઇ મોરી ઉ.વ.૨૩, રહે. પીપળી, તા.જી.મોરબી, દેવાંગભાઇ જગદીશભાઇ લાંગણોજા ઉ.વ.૨૭, રહે. નવલખી રોડ, જલારામ પાર્ક, મોરબી-૦૨, હિંમતભાઇ લાલજીભાઇ સોલંકી, ઉ.વ.૨૩, રહે. રણછોડનગર, નવલખી રોડ, મોરબી-૦૨, સંજયભાઇ પ્રેમજીભાઇ ટાંક ઉ.વ ૩૫, રહે, પીપળી, શાંતિનગર, તા.જી.મોરબી, ભરતભાઇ જવેરભાઇ મોરી ઉ.વ.૨૮, રહે. પીપળી, શાંતિનગર, તા.જી.મોરબી, ઉમેશભાઇ ભરતભાઇ પરમાર ઉ.વ.૨૬, રહે. મહેન્દ્રનગર, તા.જી.મોરબી, ધવલકુમાર રમેશભાઇ જાકાસણીયા ઉ.વ.૨૮, રહે, મહેન્દ્રનગર, સોમનાથપાર્ક, તા.જી. મોરબીવાળાને રોકડ રૂ.૨૪,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.