મોરબી તાલુકાના બીલીયા ગામના છેવાડે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ.
મોરબી તાલુકા પોલીસ સ્ટે ના ઇન્સ્પેકટર કે.એ.વાળા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ. યશવંતસિંહ ઝાલા તથા દિપસિંહ ચૌહાણ તથા દેવશીભાઇ મોરી ને ખાનગીરાહે મળેલ બાતમી ના આધારે પો.સ.ઇ. વી.જી.જેઠવા એ મોરબી તાલુકાના બીલીયા ગામના છેવાડે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રૂ.૨૯,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
– આરોપી
૧) રમેશભાઇ કુંવરજીભાઇ ઓગાણીયા/પટેલ ઉ.વ.૫૫, રહે. વાવડી રોડ, મીરાપાર્ક, તા.જી.મોરબી
૨) જયંતિભાઇ રામજીભાઇ કાવર પટેલ ઉ.વ.૫૩, રહે. વાવડીરોડ, કુબેરનગર, તા.જી.મોરબી
૩) દિપકભાઇ સવજીભાઇ અઘારા પટેલ ઉ.વ.૩૦.રહે. વાવડીરોડ, બજરંગ સોસાયટી, તા.જી.મોરબી
૪) વશરામભાઇ ભગવાનજીભાઇ બાવરવા પટેલ ઉ.વ.૬૦,રહે. પંચાસર રોડ, રાજનગર સામે, તા.જી.મોરબી
૫) દિનેશભાઇ કાનજીભાઇ વ્યાસ , ઉ.વ.૬૫, રહે. વાવડીરોડ, ધરમનગર સોસાયટી, તા.જી.મોરબી
૬) અશ્વિનભાઇ હરીભાઇ વ્યાસ ઉ.વ.૪૯, રહે. રામનગર (નસીતપર) તા.ટંકારા, જી.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ :- રોકડ રૂ.૨૯,૫૦૦/-