સાળંગપુર ધામ ખાતે ભિત ચિંત્રો નો વિવાદ લઈને મોરબી માળીયા(મી) રામાનંદી સાધુ સમાજ મોરબી જિલ્લા કલેકટર ને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે
બોટાદ જિલ્લાના સાળંગપુર મુકામે આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયના કષ્ટ ભંજન દેવ મંદિર આવેલ છે. આ મંદિર ના જવાબદાર તમામ સ્વામી ઓ દ્વારા વિશાળ હનુમાનજી ની મૂર્તિ સ્થાપન કરવા માં આવેલ છે. આ મૂર્તિ ની નીચેના ભાગે સંપ્રદાય ના તેમજ હનુમાનજીના ભીંતચિત્ર (મુર્તિ) ઓ કંડારવા માં આવેલ છે.
ભગવાન સ્વામિનારાયણ ને પગે લાગતા અને તેમની સેવા માં છે તેવા ભીંત ચિત્રો લગાવાયેલા છે તેમજ તેઓના સંપ્રદાય નું તિલક કરવામાં આવેલ છે જે સમગ્ર સનાતન ધર્મ નું અપમાન છે. હનુમાનજી માત્ર અને માત્ર રામ ભક્ત હતા રુદ્ર ના અવતાર હતા અને રામાવતાર સમય થી અજર અમર દેવ છે જેઓને તેઓના કહેવાતા ભગવાન ની સેવા પૂજા કરતા દર્શાવેલ છે. જે આરાધ્ય દેવ છે. જેથી સમગ્ર સમાજ ની લાગણી દુભાઈ છે. તેઓના ભગવન ને મોટા દર્શાવવા માટે દેવ દેવીઓ માટે અપમાન જનક ચિત્રો ભાષણો પણ ઉચ્ચારી રહ્યા છે તેમજ તેઓના જે જે પુસ્તક માં દેવ દેવીઓ ને નીચા દેખાડવા ફોટાઓ તથા ખોટા લખાણો કરેલા છે જે કદાપિ ચલાવી લેવાય નહિ અને સમગ્ર ગુજરાત ની પ્રજા માં ઉગ્ર રોષ ભભૂકી ઉઠેલ છે. જેથી આવા ભીંત ચિત્રો તાત્કાલિક ધોરણે હટાવી લેવા તેમજ પુસ્તક ના લખાણો તથા ફોટાઓ દૂર કરવા રામાનંદી સાધુ સમાજે માંગણી કરી છે અને સમાજ લાગણી દુભાયેલી છે જે અંગે કાનૂની કાર્યવાહી કરવા માંગણી છે
આવા ભીંત ચિત્રો તથા હનુમાનજી નું તિલક બદલી મૂળ તિલક કરાવવા જવાબદાર તમામ મંદિર ના સ્વામી ઓ ને આદેશ કરવા ઘટતી કાર્યવાહી ઓ કરવા વિનંતી કરવામાં આવી છે જે પ્રજા ને રોષ અને આંદોલન નો માર્ગ અપનાવવો ન પડે તે હેતુ સર સત્વરે કાર્યવાહી કરવા વિનંતી કરી છે અને હવે પછી કઈ પણ આંદોલનો થાય તેના માત્ર ને માત્ર સાળંગપુર કષ્ટભંજન દેવ ના તમામ જવાબદારો સ્વામીઓ રહેશે . સાધુ સમાજ ની લાગણી અને માંગણીઓ સ્વીકારવામાં આવશે અને જરૂરી જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે મોરબી જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું