Friday, January 24, 2025

શિક્ષક વ્યક્તિત્વના ઘડવૈયા લેખિકા- મિતલ બગથરીયા

Advertisement

આજે 5 સપ્ટેમ્બર એટલે કે સ્કૂલોમાં કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ માટેનો સ્પેશિયલ દિવસ હોય છે. તેઓ એક દિવસ શિક્ષક બનીને શિક્ષકનું કાર્ય અને તેનું મહત્વ શું છે તે શીખે છે અને અનુભવે છે .શિક્ષક દિવસ ડોક્ટર “રાધાકૃષ્ણ સર્વપલ્લીની” યાદમાં ઉજવવામાં આવે છે તે આપણા દેશના પ્રથમ વાઇસ પ્રેસિડન્ટ હતા અને સાથે ફિલોસોફર પણ હતા. જેની અદભુત સેવાઓ દેશ માટે હતી તે હંમેશા એવું માનતા કે “શિક્ષક એ દેશનું ભવિષ્ય છે”
દરેક વ્યવસાય અને દરેક વ્યક્તિનું સરખું જ મહત્વ છે દેશના વિકાસમાં ,પરંતુ એક શિક્ષકનું મહત્વ બધા કરતાં વધુ છે તેની ઉપર એક મહત્વની, ઉચ્ચતમ સ્તરની જવાબદારી છે એ દેશનું ભવિષ્ય બનાવવાનું એક શિક્ષકની પાસે હજારો વિદ્યાર્થીઓ ભણીને નીકળી પોતાના જીવનમાં મંઝિલ હાસિલ કરતા હોય છે અને દેશના વિકાસમાં અનેરો ફાળો આપતા હોય છે, આથી એક શિક્ષક દેશનું ભવિષ્ય બનાવનારનો આધાર સ્તંભ છે. શિક્ષકો બાળકમાં શિક્ષણ સાથે સંસ્કારનું પણ સિંચન કરતો હોય છે, એટલે કે તે આખી ઈમારતની રચના કરે છે પછી વિદ્યાર્થીઓ બીજા બધા પરિબળનો આધાર લઈ ઈમારતને રંગ કરે છે અને પોતાના ભવિષ્યને શણગારે છે.
એક ડોક્ટર બીજો ડોક્ટર ન બનાવી શકે, એક ઇજનેર બીજો ઇજનેર ન બનાવી શકે .પરંતુ એક શિક્ષક 100 ડૉક્ટર કે 100 ઇજનેર એક સાથે બનાવી શકે છે, આ છે એક શિક્ષકની ક્ષમતા, સતા અને રૂતબો .પરંતુ આપણા દેશની એક કડવી વાસ્તવિકતા છે કે આપણે ત્યાં કોઈ બીજી જોબ નથી મળતી અથવા વધારે સમય આપી શકીએ એવી જોબ કરવાની ઈચ્છા ન હોય ત્યારે એક શિક્ષકની જોબ સ્વીકારવામાં આવે છે .પૂરતી શૈક્ષણિક ડિગ્રી ન હોવા છતાં, પૂરતું વિષય સંદર્ભ ન હોવા છતાં એક શિક્ષક તરીકે જોબ કરવી એ કેટલું વ્યાજબી છે? આનાથી ઊલટું કેટલાક લોકો પાસે પૂરતું જ્ઞાન, પૂરતી શૈક્ષણિક લાયકાત, પૂરતી ક્ષમતા હોવા છતાં શિક્ષકની નોકરી નથી કરવી એવું વલણ ધરાવતા હોય છે ,.માત્ર ને માત્ર તેઓનું વેતન ઓછું હોવાથી. ક્યાંક ને ક્યાંક શિક્ષકને આર્થિક વળતર ઓછું મળતું હોવાથી આપણે એક સારા શિક્ષકને ગુમાવીએ છીએ આવા લોકો આ વ્યવસાયમાં આવવાનું પસંદ કરતા નથી. પરંતુ હંમેશા એક વાત છે કે” કદાચ શિક્ષકનું આર્થિક વળતર ઓછું હશે, પરંતુ સમાજમાં માન- સન્માન, રુત્બો અલગ જ પ્રકારનું હશે. કોઈ પણ વિદ્યાર્થી પોતાના જીવનમાં બદલાવ લાવનાર શિક્ષકને આજીવન ભૂલતો નથી, એ જ એક શિક્ષકની જિંદગીની સાચી કમાણી છે.
” *શિક્ષક* એ *હીરો* છે જે *ભવિષ્યને* *માર્ગદર્શન* અને *પ્રેરણા* આપે છે અને તેને *આકાર* આપે છે”
આ આર્ટીકલ એ દરેક શિક્ષકને કે જે ખૂબ જ નિષ્ઠાથી પોતાનું કર્તવ્ય બજાવે છે તેને સમર્પિત કરું છું.
*લેખિકા* – *મિતલ* *બગથરીયા*

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW