મોરબી: જન્માષ્ટમી મહોત્સવને લઈને લોકોમાં ભારે ઉમંગ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. દેશભરમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી, હર્ષોલ્લાસથી અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. ત્યારે મોરબીના રવાપર રોડ પર આવેલ ફ્લોરા 158 પરિવાર દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ-2023નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ફલોરા 158 પરિવાર દરેક તહેવાર ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આવતીકાલે તા.7 સપ્ટેમ્બરના શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી, હર્ષોલ્લાસથી અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે 8 કલાકે ભવ્ય શોભાયાત્રા યોજાશે. તેમજ મટકીફોડનું આયોજન કરવામાં આવ્યું છે.