ભારત સરકારના માહીતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો ફિલ્ડ ઓફીસ ભુજ દ્વારા મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે ભારત સરકારનાં નવ વર્ષનાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અને પોષણ માહ અંગે તારીખ ૧૪/૦૯/૨૦૨૩ થી ૧૬/૦૯/૨૦૨૩ સવારે ૧૦ થી સાંજે ૦૫ વાગ્યા સુધી ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ચિત્ર પ્રદર્શનમાં ભારત સરકારનાં નવ વર્ષનાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અને પોષણ માહ સહિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શનીનો બહોળી સંખ્યામાં લાભ લેવા મોરબીની જાહેર જનતાને કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ભુજના ક્ષેત્રિય પ્રચાર અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.