મોરબીના યુવા પત્રકાર, સક્ષમ સમાચારના ઓનર અને એડિટર દેવભાઈ સનાળિયાનો આજે જન્મદિવસ છે. મોરબીના જાગૃત પત્રકારત્વ તરીકે ફરજ બજાવી લોકોના પડતર પ્રશ્નોને ઈમાનદારી પુર્વક વાચા આપે છે. ત્યારે આજે તેમના ૨૯ વર્ષ પુર્ણ કરી ૩૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.
દેવભાઈ સનાળિયા વર્ષ ૨૦૧૭ થી પત્રકારત્વ ક્ષેત્રે સેવા આપી રહ્યા છે તેઓએ રાજકોટની હિરાણી કોલેજ માંથી (માસ્ટર ઓફ જર્નાલીસમ એન્ડ માસ કમ્યુનિકેશન) પત્રકારત્વનો અભ્યાસ કરેલ છે. બાદમાં લોકોના પ્રશ્નો અને પ્રજાની સેવાના ઉદ્દેશ્યથી પોતાનું મોરબી જિલ્લામાં સમક્ષ સમાચાર શરૂ કર્યું અને લોકપ્રશ્ન ઉઠાવી નિરાકરણ લાવવા સતત પ્રયત્ન કરી તટસ્થ રીતે પત્રકારત્વ કરી રહ્યા છે. દેવભાઈને નાની ઉંમરે અનેક વખત સન્માનિત કરવામાં આવેલ છે.
તેમજ સુશીલ શાંત સ્વભાવના હંમેશા સરળ મુડમાં રહેતા પ્રજાના કામ માટે હમેંશા તત્પર એવા દેવભાઈ સનાળિયાને સગાસંબંધી સ્નેહીજનો અને તેઓ બહોળુ મિત્ર સર્કલ ધરાવતા હોય મિત્રો દ્વારા જન્મદિવસ દિવસની વોટસએપ ફેસબુક સહીત સોશિયલ મીડીયામાં નામી અનામી મિત્રોએ શુભેચ્છાઓનો તેમના મો.૮૨૩૮૨૮૪૯૮૪ પર ધોધ વરસાવી શુભકામનાઓ પાઠવી રહ્યા છે. મોરબી ગૌરવ સમાચાર તરફથી દેવ સનાળિયાને જન્મ દિવસ ની શુભકામના