શિક્ષણની સાથે-સાથે વિધાર્થોને ઉપયોગી સાંપ્રત મુદાઓ અંગેપણ સચોટ માર્ગદર્શન પૂરું પાડવા માટે જાણીતી એવી મોરબીની પી.જી.પટેલકોલેજમાં પ્રમુખશ્રી દેવકરણભાઈ તથા આચાર્યશ્રી ડો.રવિન્દ્ર ભટ્ટ ના માર્ગદર્શન હેઠળ RSS – વિદ્યા ભારતી ના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત પ્રો.ઇન્દુમતીબેન કાટદરે દ્વારા *વર-વધુ ચયન અને વિવાહ સંસ્કાર* વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
*વર-વધુ ચયન અને વિવાહ સંસ્કાર* એ આજના સમયના યુવાઓ ને સૌથી મુંજવતા પ્રશ્નો માનો એક છે. હાલના સમયના આ અત્યંત જરૂરી ગણી શકાય એવા આ મુદા પર પ્રો.ઇન્દુમતીબેન દ્વારા રસપ્રદ શૈલી માં વિશેષ રજૂઆત અને છણાવટ કરવામા આવી હતી. આ વિશેષ કાર્યક્રમમાં વિદ્યા ભારતી સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર ના મુખ્ય વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટિયા, યોગચાર્ય નીખીલદેવજી, શિશુ મંદિર ના વ્યવસ્થાપકશ્રી દીપકભાઈ વડાલિયા, હરકીશનભાઈ અમૃતિયા, પરેશભાઈ મોરડિયા, શિશુ મંદિર ના નિયામક સુનીલભાઈ પરમાર તથા પુનરુથાન વિદ્યાપીઠ ના કાર્યકર્તા નિયતીબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં કોલેજના વિધાર્થીઓ મોટી સંખ્યામા જોડાયા હતા. આ તકે કોલેજના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ દ્વારા સમાપન અને આભારવિધિ કરવામાં આવી હતી.