Tuesday, May 20, 2025

હળવદ તથા માળીયા(મીં) તાલુકાના વેપારીઓએ હંગામી ફટાકડાના સ્ટોલ માટે તા.૩૦-૧૦-૨૦૨૩ સુધીમાં અરજી કરવી

Advertisement
Advertisement
Advertisement

દિવાળીનો તહેવાર નજીક આવતો હોય એવા સમયે ઘણા વેપારીઓ હંગામી ફટાકડાનો સ્ટોલ શરૂ કરવા માંગતા હોય છે. જેમાં હળવદ તથા માળીયા(મીં) તાલુકાના હંગામી ફટાકડા સ્ટોલના ઇચ્છુક વેપારીઓએ સ્ટોલ શરૂ કરવા તા. ૩૦-૧૦-૨૦૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે.

હળવદ તથા માળીયા(મીં) તાલુકાના વેપારીઓએ હંગામી ફટાકડાના સ્ટોલ શરૂ કરવા તા.૩૦-૧૦-૨૦૨૩ સુધીમાં – સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, પ્રાંત કચેરીના સેવા સદન, રૂમ ૧૧, લાલબાગ, મોરબી-૨ માં અરજી રજૂ કરવાની રહેશે. ત્યાર બાદ કરવામાં આવેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી. તેમ હળવદ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ હર્ષદિપ કે. આચાર્યની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW