*મોરબીની માધાપરવાડી શાળાના વિદ્યાર્થીઓએ માટીમાંથી બનાવ્યા મસ્ત મજાના કલાત્મક ગણપતિ*
મોરબી,સમગ્ર દેશ અને દુનિયામાં હાલ ગણેશોત્સવની શાનદાર ઉજવણી ચાલુ છે, ગલી ગલીએ ગણપતિ બાપા મોરિયા ઘી માં લાડુ ચોરીયાના નાદ સાથે ભક્તિભાવ પૂર્વક વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપાનું પૂજન,અર્ચન અને દર્શન થઈ રહ્યા છે ત્યારે બાળકો માટે સૌથી પ્રિય દેવ એવા ગણેશજી હોય,ગણેશોત્સવની ઉજવવામાં બાળકો કેમ પાછા રહે? માધાપરવાડી કુમાર શાળાના 350 જેટલા વિદ્યાર્થીઓએ *મારી માટી મારા ગણપતિ* ના ભાવ સાથે સ્વ હસ્તે સુંદર મજાની,મસ્ત મજાની કલાત્મક ગણેશજીની મૂર્તિ બનાવી હતી અને એક બાળકે હૂબહૂ ગણેશજી જેવી વેશભૂષા ધારણ કરી હતી અને ગણેશજીની જેમ પાટલા પર સ્થાન ગ્રહણ કર્યું હતું અને તમામ વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ નાચ ગાન સાથે ગણેશોત્સવની ગરિમામયી ઉજવણી કરી હતી,આ ઉજવણીમાં શાળાના આચાર્ય તુષારભાઈ બોપલીયાના પ્રેરક માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષક ભાઈઓ બહેનો પણ બાળક સાથે બાળક જેવા બની વિઘ્નહર્તા દુંદાળા ગણપતિના ગુણગાન ગાવા અને નાચગાનમાં જોડાયા હતા.