સેવાકીય પ્રવૃતિઓ માટે વિખ્યાત એવા દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા માળિયા (મી.) તાલુકા ના હરીપર ગામની પ્રાથમિક શાળાના ૧૬૦ વિદ્યાર્થીઓને ટી-શર્ટનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન પર્યાવરણને પ્રોત્સાહિત કરવાના હેતુથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથી મોરબી જીલ્લા કાલેકટર જી.ટી. પંડ્યા હતા, અતિથી વિશેષમાં દેવ સોલ્ પ્રા. લી. ના એમ.ડી હીરેન્દ્રસિંહજી ઝાલા, મામલતદાર માળિયા (મી.) શાંતીબેન આહિર, ટી.ડી.ઓ માળિયા (મી.) રીઝવાન કોનધીયા,માળિયા (મી.) તાલુક્કાના મીઠા ઉદ્યોગકારો અને હરીપર ગામના આગેવાનો હતા.
આ કાર્યક્રમની શરુઆત હરીપર શાળાના આચાર્ય કમલેશભાઈ દ્વારા મહેમાનોનું સ્વાગત કરી કરાય હતી, એ પછી ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતુ. ત્યાર બાદ કંપનીના અધિકારી વિવેક ધ્રુણા દ્વારા ઉપસ્થિત અતિથી ગણને કંપની દ્વારા માળિયા (મી.) તાલુક્કાના વિવિધ ગામોમાં કરવામાં આવતી વિવિધિ સેવાકીય પ્રવૃતિઓ (એજ્યુકેશન, મેડીટેશન, શેનીટેશન, ઇન્ફ્રાસ્ટ્રકચર અને પર્યાવરણ લક્ષી શિક્ષણ) વિશે માહિતી અપાય હતી.
મોરબી જીલ્લા કાલેકટર જી.ટી. પંડ્યા એ ઉપસ્થિત મહેમાનો તથા વિદ્યાર્થીઓને સોશિયલ રિસ્પોનશીબીલીટી વિશે જાણકારી આપી, અને કંપની દ્વારા સામાજિક તથા સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી અને આ કાર્યક્રમો યોજવા માટે અભિનંદન પાઠવ્યા હતા.
દેવ સોલ્ટ્ પ્રા. લી. ના એમ.ડી હીરેન્દ્રસિંહજી ઝાલા ઉપસ્થિત મહેમાનો આવકાર્યા અને ભૂતકાળમાં પણ વર્ષ ૨૦૧૪ માં પરમ પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે ટી-શર્ટનું વિતરણ કર્યું હતું. એવી રીતે આ વખતે પણ માળિયા (મી.) તાલુક્કાના કાંઠાના ગાર્મોની શાળામાં (માળિયા, દેવગઢ (નવા અને જુના), જાજાસર બગસરા, વાંઢયા, જંગી અને આંબલીયારા) ૪૦૦૦ ટી-શર્ટનુ વિતરણ કરવાનું કીધેલ.
ત્યાર બાદ વિદ્યાર્થીઓને અતિથીના વરદ હસ્તે ટી-શર્ટનું તથા જોય બોક્ષ (નાસ્તો) વિતરણ કરાયું હતું. આ વિતરણ દરમિયાન વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જેના બદલ શાળાના સ્ટાફ અને ગ્રામજનો એ દેવ સોલ્ટ નો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવ સોલ્ટ ના જનરલ મેનેજર દિલીપસિંહ જાડેજાના નેતૃત્વ હેટળ કંપની ના અધિકારી વિવેક ધ્રુણા, રમજાન જેડા, જયરાજસિંહ જાડેજા, રાજેશ પરમાર, રવિ ડાંગર, જય બોરીચા, કુલદીપ બોરીચા અને અનમોલ ઉપાધ્યાય કરાયું હતું.