મોરબી જિલ્લાનાઓએ ગે.કા. નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશનુ આયોજન કરેલ જે અન્વયે એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી ને સુચના કરેલ હોય જે અંગે એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી કરવા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે અન્વયે પોલીસ કોન્સ. માણસુરભાઇ દેવદાનભાઇ ડાંગર ને બાતમી મળેલ કે, હકીમ રોડાજી આકી જાતે અજમેરી રહે. હાલ લાલપર ગામ નવદિપ સ્કુલની બાજુમાં ક્રિષ્નાવાડી વાળો રોડ કિશનભાઇ રબારીની બિલ્ડીંગ બીજો માળ લાલપર તા.જી. મોરબી મુળ રહે. ગાદોલ ગામ વોર્ડ નં-૨ મસ્જીદની પાસે તા.જી.પ્રતાપગઢ રાજસ્થાન પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમા ગે.કા.રીતે માદક પદાર્થ પાવડર કબજામા રાખી તેના ગ્રાહકોને ખાનગીમા વેચાણ કરે છે. જે મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા નીચે જણાવેલ નામ સરનામા વાળો ઇસમ નીચે જણાવેલ મુદામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૨૧(બી), ૨૯ મુજબની કાર્યવાહી કરી સદરહુ ઇસમને ધોરણસર અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
– પકડાયેલ આરોપીનું નામ, સરનામું –
(૧) હકીમ રોડાજી આકી જાતે અજમેરી ઉ.વ.પર ધંધો મજુરી કામ રહે.હાલ લાલપર ગામ નવદિપ સ્કુલની બાજુમાં ક્રિષ્નાવાડી વાળો રોડ કિશનભાઇ રબારીની બિલ્ડીંગ બીજો માળ લાલપર તા.જી. મોરબી મુળ રહે.ગાદોલ ગામ વોર્ડ નં-૨ મસ્જીદની પાસે તા.જી.પ્રતાપગઢ રાજ્ય રાજસ્થાન
> પકડવા પર બાકી આરોપીનુ નામ, સરનામુ :-
(૧) દાઉદ ઇબ્રાહીમ બેલીમ જાતે અજમેરી રહે.ગાદોલા તા.જી.પ્રતાપગઢ રાજસ્થાન
(૨) જીતેન્દ્ર રામજી પ્રજાપતિ જાતે કુંભાર રહે. મોરબી ત્રાજપર ચાર રસ્તા એસ.આર.પંપ પાસે શ્રીરામ એપાર્ટમેન્ટ ફ્લેટ નં-૩૦૪ મોરબી.
→ પકડાયેલ મુદ્દામાલ
(૧) નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો ૧૯.૪૦ ગ્રામ કિ.રૂ. ૧,૯૪,૦૦૦/-
(૨) રોકડા રૂપીયા ૮૫,૦૦૦/-
(૩) મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦/-
(૪) વજન કાંટો નંગ-૧ કિ.રૂ.૫૦૦/-
(૫) મળી કુલ રૂપીયા ૨,૮૦,૦૦/- નો મુદ્દામાલ