પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેસડા (ખા.)ના સયુંકત ઉપક્રમે ટોળ ગામે પ્રાથમિક શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધા યોજાઇ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

*આજ રોજ તા. ૧૨/૧૦/૨૨૩ ના ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેસડા (ખા.)ના સયુંકત ઉપક્રમે ટોળ ખાતે આવેલી શ્રી ટોળ પ્રાથમિક શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ*

જેમાં ધોરણ ૫ થી ૮ ના કુલ ૫૦ બાળકોએ ભાગ લીધેલ, અને પોતાની આવડત મુજબ વ્યસન ની જાગૃતિ ઉપર નિબંધ સ્પર્ધા યોજવામાં આવેલ, સ્પર્ધામાં પ્રથમ નંબર પર ફાંગલિયા દિવ્યા,તથા દ્રિતીય ક્રમ પર ગઢવાલા ઉમમેહાની, તથા તૃતીય નંબર પર ગઢવાળા રાસેદા એ મેળવ્યો હતો , વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવેલ તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ, ત્યારબાદ નેસડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર વિનોદ ડી ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને તમાકુના વ્યસન ની જાગૃતિ અંગે,વ્યસન ની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપેલ, અને દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો, આ કાર્યક્રમમાં, આર.બી.એસ.કે. ડો. વિશાલ તેરૈયા, ડો.ચિત્રાંગીની પટેલ, સી.એચ.ઑ ભાગ્યશ્રીબેન વાઢેર, મ.પ.હે.વ ઘનશ્યામ મીઠાપરા, ફિ.હે.વ મુંસીફા વકાલિયા, પણ હાજર રહેલ, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય જે જે હાપલિયા અને તથા સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવેલ.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW