*યંગ ઈન્ડીયા ગૃપ ના મેન્ટોર દેવેનભાઈ રબારી, ક્લોક એસો. પ્રેસિડન્ટ શશાંકભાઈ દંગી, એડવોકેટ-નોટરી કાજલબેન ચંડીભમર સહીત ના મહાનુભવો ઉપસ્થિત રહ્યા.*
મોરબ ની સૌપ્રથમ C.B.S.E. સ્કુલ OSEM C.B.S.E. દ્વારા *રાસ ની રમઝટ* કાર્યક્રમ નું અનેરૂ આયોજન કરવા માં આવ્યુ હતુ જેમાં પ્રિ-પ્રાઈમરી થી ધો-૧૨ સુધી ના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ બહોળી સંખ્યા માં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ તકે મોરબી યંગ ઈન્ડીયા ગૃપ ના મેન્ટોર સંકલ્પ નવરાત્રી મહોત્સવ ના આયોજક દેવેનભાઈ રબારી, મોરબ ક્લોક એસો. પ્રેસિડન્ટ શશાંકભાઈ દંગી, એડવોકેટ-નોટરી કાજલબેન ચંડીભમર, સંસ્થા ના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા, પ્રિન્સિપાલ દીપાબેન શર્મા સહીત ના મહાનુભવોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરુ પાડ્યુ હતુ. વિવિધ કેટેગરી ના વિજેતા સ્પર્ધકો ને સંસ્થા તરફથી ઈનામો અર્પણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થા ના પ્રિન્સિપાલ દીપાબેન શર્મા તેમજ સર્વે સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.