મોરબીમાં નવા સાદુળકા ગામ નજીક માથાભારે પિતા પુત્રી દ્વારા આસપાસની કંપનીઓ પાસેથી પસાર થતા રસ્તા પર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યો હતો અને કંપનીના માલિકો પાસે લાખોની રકમની માંગણી કરવામાં આવી હતી. સમગ્ર મામલે મોરબી મામલતદારને અને તાલુકા પોલીસને પણ આ ત્રાસથી મુક્તિ અપાવવા માટે ઉદ્યોગપતિઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે
જેમાં ફરિયાદી કંપનીના માલિકે જણાવ્યું હતું કે, મોરબીમાં ૮-એ નેશનલ હાઈવેથી નવા સાદુળકા ગામ પાસે જબુબેન હંસરાજભાઈ અને તેના પિતા હંસરાજભાઈ તેજાભાઈ પાંચોટીયાનું ખેતર આવેલું છે. તેના ખેતરને અડીને કાયદેસરનો સરકારી રસ્તો નીકળે છે. જે રસ્તામાં કિસીવ પોલીપેક એલ.એલ.પી, હરિ કૃષ્ણ ઓઇલ મીલ, કાવર ઇન્ડસ્ટ્રીઝ,બાલાજી ડાયમંડ ટુલ્સ, ગ્રોવ મોર ઓટો પેક એલ.એલ.પી, ફોનીક કલર,ખોડીયાર ઇન્ડસ્ટ્રીઝ,phoenix industres સહિતની કંપનીઓની ફેક્ટરી આવેલી છે. ત્યારે ૮-એ નેશનલ હાઈવે થી નવા સાદુળકા જવાના માર્ગ પર ગેરકાયદેસર રીતે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે
જેથી ફરિયાદી કંપનીના માલિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર મામલે પ્રતિવાડીઓ એ ફરિયાદીઓને એવું કહ્યું હતું કે, તમે બધા ભેગા મળીને અમોને 25 લાખ રૂપિયા આપશો તો તમને ખોટી રીતે હેરાન પરેશાન નહીં કરીએ. આમ પ્રતિવાદીઓ દ્વારા પૈસાની લાલચમાં આસપાસની કંપનીઓને પરેશાન કરવામાં આવે છે. એટલું જ નહીં આ રસ્તા પરથી જ્યારે પ્રતિવાદી ઓ પસાર થાય છે ત્યારે કંપનીઓના ડ્રાઇવરને અને મજૂરને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપે છે. તેમજ કંપનીના વાહનોને પણ નુકસાન પહોંચાડે છે. ઓછું હોય તેમ પ્રતિવાદીઓ દ્વારા મોટા પ્રમાણમાં માટીની ચોરી પણ કરવામાં આવી રહી છે. આવતી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે
આ સંજોગોને ધ્યાનમાં લઈને આવા ઈસમો વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવામાં આવે અને તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ મોરબી મામલતદાર પાસે કરવામાં આવી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ ઉદ્યોગપતિઓ દ્વારા અરજી આપવામાં આવી છે