Tuesday, May 20, 2025

ટંકારા: જીરાની ઘરફોડ ચોરી તથા ગેંગ કેસના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતા આરોપી ને એલસીબી એ ઝડપી લીધો

Advertisement
Advertisement
Advertisement

ટંકારા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રૂ.૮,૨૧,૦૦૦/-ના જીરાની ઘરફોડ ચોરી તથા ગેંગ કેસ મળી કુલ- ૨ ગુનામાં છેલ્લા ૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એલ.સી.બી.ને ખાનગી રાહે બાતમી મળેલ કે, ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ આઇ.પી.સી.કલમ- ૪૫૭, ૩૮૦, ૧૧૪ તથા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ આઇ.પી.સી. કલમ -૪૦૧,૩૪ મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી અજય ઉર્ફે અજલો ઉર્ફે ખુજલી ભુરીયા રહે. મોરબી પાડાપુલ નીચે મૂળ રહે.ગામ બેટમા તા.દેપાલપુર જી. ઇન્દોર વાળો હાલે પાડાપુલ નીચે આવેલ હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર બાતમી મળતા તુરંત જ ઉપરોકત સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી અજય ઉર્ફે અજલો ઉર્ફે ખુજલી મદનભાઇ (પાલક પિતા પ્રકાશભાઇ) ભુરીયા ઉ.વ.રર રહે. મોરબી પાડાપુલ નીચે મૂળ રહે.ગામ બેટમા તા.દેપાલપુર જી.ઇન્દોર (મધ્યપ્રદેશ) વાળાને પાડાપુલ નીચેથી તા.૦૩/૧૧/૨૦૨૩ ના રોજ પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
ટંકારા પોલીસ સ્ટેશનમાં કુલ રૂ.૮,૨૧,૦૦૦/- ના જીરા ચોરીના તેમજ ગેંગ કેસના એમ કુલ-૨ ગુનામાં ૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW