જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃતિ ઉપર સતત વોચ રાખી આવી પ્રવૃતિઓ ઉપર અંકુશ રાખવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
મોરબી તાલુકા પોલીસ ને ખાનગીરાહે બાતમી મળતા મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા પાસે માલાણી હાઇવે હોટલના ગ્રાઉન્ડમાં એક ગેસના ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે ગેસ કાઢવાની પ્રવૃતિ કરે છે હોવાની હકીકત આધારે સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ.વી.જી.જેઠવા એ સર્વેલન્સ સ્ટાફ સાથે રેઇડ કરતા માલાણી હાઇવે હોટલના ગ્રાઉન્ડમાં એક ટેન્કર તથા તેની બાજુમાં એક બોલેરો કાર પડેલ હોય અને તેમાં ગેસના બાટલા ભરેલ હોય જેથી આજુબાજુમાં તપાસ કરતા કોઇ હાજર મળી નો આવતા જેથી ગેસના ટેન્કર રજી.નં. KA-I-AM-9921 માંથી રબ્બરની બંને બાજુ વાલ્વ વાળી પાઇપ મારફતે ગેસના ત્રણ સિલીન્ડરોમાં ગે.કા.ગેસ કાઢતા હોવાનુ જણાય આવતા કુલ રૂ. ૨૮,૦૫,૪૦૬/- નો મુદ્દામાલ મળી આવતા કબ્જે કરી ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી
– આરોપી
1. અશોક લેલન કંપનીનુ ટેન્કર નં. KA-01-AM-9921 નો ચાલક (પકડવા પર બાકી) 2. મહિન્દ્રા કંપનીની બોલેરો કાર રજી.નં, GJ-16-2-3230 નો ચાલક (પકડવા પર બાકી)
કબ્જે કરેલ મુદ્દામાલ :- (
૧) અશોક લેલન કંપનીનુ ટેન્કર નં. KA-01-AM-9921 કિ.રૂ. ૧૫,૦૦,૦૦૦/- તથા ટેન્કરમાં ભરેલ કોર્મશીયલ પ્રોપેન ગેસ આશરે ૧૭,૨૭૦ કિ.ગ્રા કિ.રૂ.૯,૯૪,૪૦૬/- નો મુદ્દામાલ ગીચ વિસ્તારમાં રાખવો હિતાવહ ન હોવાથી મુળ માલીકને સોંપવા તજવીજ કરેલ છે.
(૨) ટેન્કર સાથે ફીટીંગ કરેલ રબ્બરની વાલ્વવાળી પાઇપ નંગ-૦૧ કિ.રૂ.૧,૦૦૦/-
(૩) ગેસના સિલીન્ડર નંગ-૫૫ કિ.રૂ.૧,૧૦,૦૦૦/-
(૪) મહિન્દ્રા કંપનીની બોલેરો કાર રજી.નં. GJ-16-2-3230 કિ.રૂ.૨,૦૦,૦૦૦/-મળી કુલ રૂ.૨૮,૦૫,૪૦૬/-નો મુદ્દામાલ મળી આવેલ છે.