Monday, June 16, 2025

ટંકારા તાલુકાના હડમતિયા ગામના તલાટી કમ મંત્રીની બદલી વિદાય સમારંભ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના હડમતિયા ગામના તલાટી કમ મંત્રી શ્રીમતી મનીષાબેન ગજેરા ની બદલી થતાં તેમની જગ્યાએ અંબારામભાઈ દેત્રોજાને ચાર્જ સોંપવામાં આવ્યો

હડમતીયા ગામમાં નોકરી કરતા શ્રીમતી મનીષાબેન ગજેરા છેલ્લા છ સાત વર્ષથી નોકરી કરતા હતા ત્યારે અચાનક બદલી થતાં હડમતિયા ગામના સરપંચ શ્રીમતી સોનલબેન પંકજભાઈ રાણસરીયા, ઉપસરપંચ શ્રીમતી ચંદ્રિકાબેન હસમુખભાઈ ખાખરીયાએ તેમને મોઢું મીઠું કરાવી અને ગિફ્ટ આપી તેમને વિદાય કરવામાં આવ્યા હતા તેમના પતિ પંકજભાઈ રાણસરીયા, ગ્રામ પંચાયત સદસ્યો, હાજર રહ્યા હતા. શ્રીમતી મનીષાબેન ગજેરા છેલ્લા છ સાત વર્ષથી નોકરી કરતા હોવાથી હડમતિયા ગામના સરપંચ શ્રીમતી સોનલબેન પંકજભાઈ રાણસરીયા, ઉપસરપંચ શ્રીમતી ચંદ્રિકાબેન હસમુખભાઈ ખાખરીયાએ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પંચાયતના સદસ્યોશ્રીઓએ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હડમતિયા ગામના સરપંચ શ્રીમતી સોનલબેન પંકજભાઈ રાણસરીયા, ગ્રામ પંચાયત સદસ્યો, શિક્ષકશ્રીઓ હાજર રહી નવા તલાટી કમ મંત્રી અંબાલાલભાઈ દેત્રોજાને આવકાર્ય હતા

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW