Saturday, January 11, 2025

માળીયા તાલુકાના બોડકી ગામે સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ

Advertisement

સમગ્ર રાજ્યમાં હાલ ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન હેઠળ રાજ્યભરમાં ‘સ્વચ્છતા એજ સેવા’ ના વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. મોરબી જિલ્લામાં પણ વિવિધ સ્થળો એ સાફ સફાઈ કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લાના માળીયા તાલુકાના બોડકી ગામે ગામની સામૂહિક સાફ-સફાઈ કરવામાં આવી હતી.

સ્વચ્છ ભારત મિશન હેઠળ દેશ અને શહેરને સ્વચ્છ બનાવવાના સંકલ્પના પ્રયાસરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાનમાં નાગરિકો જોડાઈ રહ્યા છે આ અભિયાન અંતર્ગત ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી વિવિધ સ્થળોની સાફ સફાઇ કરવામાં આવનાર છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW