Tuesday, January 28, 2025

મોરબી: વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટેના કેન્દ્ર સચિવ હેમંતકુમાર મીનાની ઉપસ્થિતિમાં યાત્રા બાબતે સમીક્ષા બેઠક યોજાઈ

Advertisement

જિલ્લામાં ત્રણ રથ સાથે યાત્રાનો પ્રારંભ થશે; આગામી બે માસ રથ ગામડાઓમાં પરિભ્રમણ કરી અનેક યોજનાઓથી લોકોને લાભાન્વિત કરશે

સરકારની તમામ યોજનાના લાભ તેમજ આ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તેવા હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને આવતી કાલે તા. ૨૩/૧૧/૨૦૨૩ થી મોરબી જિલ્લામાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીની વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે કેન્દ્ર સચિવ હેમંતકુમાર મીનાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા બાબતે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં સચિવ હેમંતકુમાર મીનાએ ગામડાઓમાં જે લોકો સરકારી યોજનાઓથી વંચિત હોય તેવા લોકોનો સર્વે કરી તેમને આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે યોજનાનો લાભ આપવા જણાવ્યું હતું. વિવિધ યોજનાઓના લાભાર્થીઓની સાફલ્ય ગાથા અને યોજનાઓ અંગે માર્ગદર્શન આપી લોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા પ્રેરિત કરવા જણાવ્યું હતું. ઉપરાંત ગામડાઓમાં રથ આવે તે પહેલા ત્યાં તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લા તમામ ગામડાઓમાં રથ પરિભ્રમણ કરી લોકોને અનેક યોજનાઓથી લોકોને લાભાન્વિત કરશે. જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાએ જિલ્લામાં કરવામાં આવેલી તૈયારીઓની વિગતો આપી સચિવ હેમંતકુમાર મીનાને માહિતગાર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, તા. ૨૩/૧૧/૨૦૨૩ થી મોરબી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો વિધિવત પ્રારંભ થશે. જિલ્લામાં આવેલા ત્રણ રથ અનુક્રમે મોરબી તાલુકાના બંધુનગર, માળીયા તાલુકાના કુંતાસી અને વાંકાનેર તાલુકાના સરતાનપરથી રથ પ્રસ્થાન કરશે.

સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાઓ પહોંચે લોકો યોજનાઓ પ્રત્યે જાગૃત બને રાજ્યના દરેક નાગરિક રાજ્ય સરકાર તેમજ ભારત સરકારની તમામ યોજનાઓથી માહિતગાર બને અને યોજનાઓનો લાભો લાભાર્થી સુધી પહોંચાડી શકાય એવા લોકજાગૃતિના શુભ આશયથી સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અનુસંધાને વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. આ ઉપરાંત ગામડાઓમાં રસીકરણ, હેલ્થ કેમ્પ, પશુ આરોગ્ય કેમ્પ વગેરેનું પણ આયોજન કરવામાં આવનાર છે.

આ બેઠકમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે સચિવ હેમંતકુમાર મીના સાથે જિલ્લા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુબોધકુમાર દુદખીયા અને એન.ડી. કુગસીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે તેમજ સંલગ્ન વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW