મોરબી એલસીબી પોલીસને હકીકત મળેલ કે, કેતન રતીલાલભાઇ સોરીયા રહે.ધુંટુ વાળા પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે રેઇડ કરતા કુલ ત્રણ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી ગજીપતાના પાના નંગ-પ૨ કિ.રૂ.૦૦/૦૦, રોકડા રૂ.૧૯,૮૦૦/-, મોબાઇલ ફોન નંગ-૦૫ કિ.રૂ.૩૫,૦૦૦/- તથા ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૩,૫૪,૮૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગારધારા કલમ-૪,૫ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ
– પકડાયેલ આરોપીઓના નામ સરનામા
૧. કેતન રતીલાલભાઇ પટેલ રહે.ધુંટુ તા.જી.મોરબી
૨. ભાવેશ ભગવાનભાઇ પટેલ રહે.ઉમાટાઉનશીપ મોરબી
૩. દિનેશ ગંગારામભાઇ પટેલ રહે.ધુંટુ તા.જી.મોરબી