Saturday, May 24, 2025

મોરબીના નીચી માંડલ અને વાંકનેરના ભોજપરા ગામને ODF plus Model જાહેર કરાયા

Advertisement
Advertisement
Advertisement

સમગ્ર ગુજરાતમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે  ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા
દરમિયાન વિવિધ કલ્યાણકારી યોજનાલક્ષી કાર્યક્રમો દ્વારા ગામડાઓમાં જે ઉમદા કાર્યો થઈ રહ્યા છે તેને બિરદાવવામાં આવી રહ્યા છે.
મોરબી જિલ્લાના ગામોમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના ૩ રથ ભ્રમણ કરી રહ્યા છે. આ રથ દ્વારા સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી અસરકારક રીતે રજૂ કરવામાં આવી રહી  છે. મોરબી જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ કરેલ ઉમદા કાર્યો બદલ ગ્રામ પંચાયતોને  પ્રમાણપત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે. 
મોરબીના નીચી માંડલ તેમજ વાંકાનેરના ભોજપરા ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું  આગમન થયું હતું. સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ  ODF plus model ના પેરામીટર ધરાવતા હોય તેવા ગામોને અભિનંદન આપી સન્માનિત કરવામાં આવે છે. યાત્રા દરમિયાન મહાનુભાવો દ્વારા મોરબી તાલુકાના નીચી માંડલ તથા દ્વારા  વાંકાનેર તાલુકાના ભોજપરા ગામને  સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ ગ્રામ પંચાયતને ODF plus Model જાહેર કરી સરપંચ ઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.તેમજ ગ્રામ પંચાયતને ૧૦૦% નળ જોડાણ માટે પ્રશસ્તિપત્ર પણ એનાયત કરાયું હતું.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW