મોરબીના માળિયા મી. નાના એવા ખીરઈ ગામ વતની અને તા.11/12/1976ના રોજ જન્મેલા કમલેશભાઈ એમ. દલસાણીયા હાલ મોરબી તાલુકાની ટીંબડી પ્રાથમિક શાળામાં આસી શિક્ષક તરીકે છેલ્લા ૨૧ વર્ષ થી ફરજ બજાવી રહ્યાં છે.કમલેશભાઈ ને અનેક એવોર્ડ થી નવાજવા માં આવ્યા છે જેઓ ગુજરાત વર્ષ ૨૦૧૫ માં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ થી પણ નવાજવામાં આવ્યા છે કમલેશભાઈ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ પરિવારનું અદકેરું ગૌરવ છે. ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ ફલક પર તેમણે મોરબીનું વિશિષ્ટ ગૌરવ પ્રસ્થાપિત કર્યું છે. તેઓ એક કર્મઠ અને મર્મઠ શિક્ષકની સાથે સારા ચિત્રકાર, સુલેખનીમાં નિપુણ, શૈક્ષણિક સાધન નિર્માતા, ગાણિતિક પઝલ્સ નિર્માતા, મોટીવેટર અને પરમાર્થી સમાજસેવક એવા કમલેશભાઈ દલસાણીયાને તેમના મિત્રો, સ્નેહીજનો અને શુભેચ્છકો તરફથી તેમના મોબાઈલ નંબર 9978293359 પર સુભેરછા નો ધોધ વરસી રહ્યોં છે.