Monday, March 17, 2025

ટેન્કર માં ગેસ નહિ પણ દારૂ…વાંકાનેરના જાલીડા ગામની સીમમાં ઈંગ્લિશ દારૂના કટીંગ સમયે મોરબી એલસીબી ત્રાટકી

Advertisement

વાંકાનેર તાલુકાના જાલીડા ગામ નજીક દારૂ ભરેલ ટ્રક મંગાવી બુટલેગરો દારૂનું કટિંગ કરતા હતા બોલેરો પીકઅપમાં દારૂનો જથ્થો ભરાય તે પૂર્વે એલસીબી ટીમ સ્થળ પર ત્રાટકી હતી જેથી આરોપીઓમાં નાસભાગ મચી હતી જ્યાં સ્થળ પરથી પોલીસે ૩૨.૮૬ લાખનો દારૂનો જથ્થો, ગેસ ટેન્કર અને બે બોલેરો પીકઅપ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેરના જાલીડા ગામની સીમમાં હોટેલ પાછળ પડતર ખરાબાની જગ્યામાં દારૂ ભરેલ ટેન્કર લાવી નાના વાહનોમાં દારૂનું કટિંગ કરાતું હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી પોલીસે ઈંગ્લીશ દારૂની ઓલસીઝન ગોલ્ડ કલેકશન વ્હીસ્કી ૭૫૦ ML કંપની શીલ પેક બોટલો નં- ૧૩૨૦ કી.રૂ.૫,૨૮,૦૦૦/,મેગ્ડોવેલ-૦૧ ડીલક્ષ વ્હીસ્કી ૭૫૦ ML કંપની શીલ પેક બોટલો નં-૪૯૪૪ કી.રૂ.૧૮,૫૪,૦૦૦/-, રોયલ ચેલેન્જ વ્હીસ્કી ૭૫૦ ML કંપની શીલ પેક બોટલો નં- કી.રૂ. ૧૭૪૦ કી.રૂ. ૯,૦૪,૮૦૦/-,મહીન્દ્રા કંપનીનુ ગેસ ટેન્કર રજી. નં. RJ-14-GH-3235 કી.રૂ. ૧૨,૦૦,૦૦૦/-,મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંગ-૦૨ કી.રૂ. ૧૪,૦૦,૦૦૦/- મળી કુલ ઇંગ્લીશ દારૂની પેટીઓ નંગ-૬૬૭ કુલ બોટલો નંગ-૮૦૦૪ કુલરૂ.૫૮,૮૬,૮૦૦/- નો મુદામાલ જપ્ત કર્યો છે
તો રેડ દરમિયાન આરોપીઓ વાહન છોડી નાસી ગયા હતા જેથી પોલીસે ગેસ ટેન્કર, બે બોલેરો પીકઅપના ચાલક તેમજ દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનારની વધુ તપાસ ચલાવી છે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW