મોરબી સીરામીક હબ ગણાતા એક સીરામીક કારખાનામાં સ્પ્રેડાયરના કન્વિનર બેલ્ટમાં બાળક ફસાયું કંપનીની ઘોર બેદરકારી સીસીટીવી થયા વાયરલ
મોરબી સીરામીક કારખાનામાં મજુરોની સેફ્ટી શુ ? સ્વાર્થ કે લોલંલોલ કામગીરી કોઈનો ભોગ લેશે ?
મોરબી સીરામીક ઉધોગ ઔધોગિક રીતે સમ્રગ વિશ્વમાં પ્રખ્યાત બન્યુ છે પરંતુ સીરામીક એકમમાં અવાર નવાર બનતા જીવલેણ બનાવો પ્રત્યે ઉધોગકારો આગળ નથી આવ્યા જેથી અવાર નવાર સીરામીક કારખાનામાં મજુરો તો ઠીક નાના બાળકો મોતને ભેટે છે જેની જવાબદારી કોની? શુ આવા બનાવ અટકાવવા સીરામીક ઉદ્યોગકારો કેમ આગળ નથી આવતા શુ ઉધોગકારોને પોતાના સ્વાર્થ ખાતર ગરીબ વર્ગના લોકોના જીવ અંગે કેમ વિચારણા નથી કરતા શુ સીરામીક કારખાનામાં જો આવી લોલંલોલ કામગીરી જ ચાલશે તો અનેક બાળકો મોતને ભેટી સીરામીક કારખાનાઓની છાપ સેફ્ટી બાબતે ખરાબ ઉપશે તેવી પુરી શકયતા છે તેવી ચર્ચા બનતા આવા બનાવો પરથી થઈ રહી છે ત્યારે વધુ એક બનાવ એક કારખાનામાં બનવા પામ્યો છે જેમા સ્પ્રેડાયરના કન્વિનર બેલ્ટમાં બાળક ફસાયાનો એક વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેથી કારખાનામાં કામ કરતા મજૂરોના હાથ પગ સહિત આવી જતા હોય છે તો ક્યારેક તો મજૂર મોતના મુખ સુધી ધકેલાય જતો હોય છે જેથી રોજબરોજ બનતા આવા બનાવ આપણે ન્યૂઝ સમાચાર પત્રમાં આપણે આવા ન્યૂઝ વાંચીએ છીએ કે જોઈએ છીએ અહી તો હાલ માંજ એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં કારખાનામાં સ્પ્રેડાયરના વિભાગના કન્વિનર બેલ્ટમા એક નાનું બાળક ફસાય જાય છે જેનો વિડિયો વાયરલ થયો છે (અમે અહીંયા આ વીડિયો દર્શાવી સકીએ એમ નથી એટલે ખાલી ફોટો મૂક્યો છે) પણ સૌથી મોટો સવાલ ૧) માસૂમ બાળક અહીંયા સુધી પહોંચ્યું કેવી રીતે ? શુ બાળકો આડેધડ કારખાનામાં મુકી કોન્ટ્રાક્ટર કે માલિક કામ કરાવે છે ?
૨) શું કનવેયર બેલ્ટ સુધી પોહચી ગયું બાળક ત્યાં સુધી કારખાનાના જવાબદાર માલિકો ક્યાં હતા? સીરામીક કારખાનામાં સીસીટીવી કેમેરા શોભાના ગાંઠીયા સમાન આ બનાવ પરથી હોય તેવો ઘાટ જોવા મળ્યો છે ૩) શું આ બાબતે કારખાનાના માલિકો સામે ગુન્હો નોંધાશે? જો માનવ જિંદગી ટાઈલ્સ કરતા સસ્તી છે તેવો ઘાટ આ બનાવ પરથી કહી શકાય તેમ રીતસરના આવા બનાવ પરથી કહેવામાં નવાઈ નહી ૪) યેનકેન પ્રકારે આવા બનાવો બનતા અટકશે કે કેમ? કે પછી અંધેરી સીરામીક નગરી મે આવા બનાવો આમ બની રહેશે આવા અનેક સવાલો મોરબી ગૌરવ સમાચાર દ્વારા સીરામીક કારખાનેદારોને પૂછવામાં આવી રહ્યા છે સીરામીક ટાઈલ્સ તો સસ્તી નથી પરંતુ અહી તો માનવ જિંદગીની કોઈ કિંમત જ ન હોય તેમ જિંદગી હોમાઈ જાય છે જેની જવાબદારી માત્ર બે પાંચ લાખ કે ખર્ચ આપી મામલો રફેદફે કરી દેવાઈ છે!! જો માલીક ઉપર પોલીસ ફરીયાદ થાય અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તો આવા બનાવો મંદહશે ઓછા થાય તો નવાઈ નહી