દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા દર વર્ષે શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રવૃતિઓનું આયોજીન કરાતું હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવ સોલ્ટ દ્વારા મકર સંક્રાંતિ ના પર્વની અનોખી ઉજવણી કરાઈ હતી.
મકર શંક્રાંતિની પર્વની ઉજવણીને માત્ર પતંગ ચગાવા સુધી સીમિત ના રાખતા, આ પર્વને વધુ રંગીન અને રસમય બનાવા માટે અનોખી પહેલ કરવામાં આવી હતી જેમાં ગમત સાથે જ્ઞાનનું અયોજન કરાયું હતું.
આ પર્વની ઉજવણી માટે માળિયા (મી.) માસુમ વિદ્યાલયના ધો. ૫ થી ૮ ના વિદ્યાર્થીઓ (૬૦ જેટલા) માટે ગમત સાથે જ્ઞાનનું અયોજન કરયુ હતું. જેમાં વિદ્યાર્થીઓ માટે ઔદ્યોગિક મુલાકત સાથે રમત ગમતનું આયોજન કરાયું હતું.
ઔધોગિક મુલાકત દરમિયાન વિદ્યાર્થીઓને મીઠાના એકમની મુલકાત કરાવી હતી અને મીઠું ઉત્પાદન તેમજ મીઠું ધોવાની વોશરી વિશે જ્ઞાન તેમજ જાણકારી અપાઈ હતી ત્યાર બાદ વિદ્યાર્થીઓ માટે નાસ્તાની વ્યસ્થા કરાઈ હતી અને રમત ગમતની સ્પર્ધાનું અયોજન કરેલ હતું જેમાં ૫ વ્યક્તિગત તેમજ ૨ ગ્રુપ રમતો રાખેલ હતી અને તેમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પુરસ્કાર રૂપે ભેટ અપાઈ હતી.
આ કાર્યક્રમ યોજવા પાછળ નો એક માત્ર હેતુ વિદ્યાર્થીઓ માટે આ પર્વ માત્ર પતંગ ચગાવા સુધી સીમિત ના રહી જાય અને તેની સાથે સાથે માનસિક તથા શરીરક વિકાસ વધારવાનો હતો. ઔધોગિક મુલાકત દરમિયાન વિદ્યાર્થીઓને કાર્યકારી ઉદ્યોગ વચ્ચેની ક્રીયાપ્રતીક્રિયા તેમજ નવીનતમ તકનીકી વલણ વિશે શીખવા મળે અને તેમની ભાવી નોકરી અથવા રસના ક્ષેત્ર વિશે તેમુન જ્ઞાન વધે તે માટેનો એક પ્રયાસ કરેલ હતો.
આ ગમત સાથે જ્ઞાનનું આયોજન કરવા બદલ માસુમ વિદ્યાલયના આચાર્ય તથા શિક્ષક વર્ગે દેવ સોલ્ટનો તેમજ તેના સમગ્ર સ્ટાફનો આભાર વ્રત કરયો હતો.
આ સમગ્ર કાર્યક્રમ કંપનીના જોઈન્ટ ડાઈરેકટર કરણસિંહ ઝાલાના નેતૃત્વ હેટડ કંપનીના જનરલ મેનેજર દિલીપસિંહ જાડેજા તથા અધિકારી વિવેક ધ્રુણા, ભૂપસિંહ જાડેજા, અંદારામ બેનીવાલ, સામત સવસેટા અને રાજેશ પરમાર ની હાજરીમાં યોજાયો હતો.