*શિવમ માંથી ભગવાન શિવે એક જીવ માંથી અનેક જીવ બનાવવાનો મોરબી જિલ્લા ની હોસ્પિટલ માંથી પ્રથમ અંગદાન નો કિસ્સો*
*શિવમ રમેશભાઈ ખાસા (આહીર) ઊ.વ 15 રહે. જીકડી (કચ્છ) નું આયુષ મલ્ટી સુપર સ્પેસીયાલીટી હોસ્પિટલ ખાતે બ્રેન ડેડ થતા 5 અંગો નું દાન કરવામાં આવ્યું*
આજરોજ તારીખ : 24 જાન્યુ. 2024 ના રોજ વહેલી સવારે મોરબી ની આયુષ મલ્ટી સુપર સ્પેસિયાલીટી હોસ્પિટલ ખાતે મૂળ કચ્છ ના ભુજ તાલુકા ના જીકડી ગામે ખેડૂત રમેશભાઈ
સ્વભાવે ખુબ જ માયાળુ સેવાભાવી અને પ્રેમાળ સ્વભાવ ના હોઈ તેમના વ્હાલસોયા દીકરા ને 8 દિવસ પહેલા મગજ ની બીમારી ના કારણે મોરબી ની આયુષ મલ્ટી સુપર સ્પીસીયાલીટી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા તેઓને ડૉ. મિલન મકવાણા , ડૉ. દર્શન પરમાર , ડૉ. અમિત ડોડીયા , ડૉ. નિમેશ જૈન , ડૉ. ઉત્તમ પેઢડિયા , ડૉ. વિજય મકવાણા સહિત ના ડોકટરો ની ટીમ દ્વારા અદ્યતન સારવાર બાદ ડૉ મિલન મકવાણા ( ન્યુરો સર્જન) દ્વારા બ્રેનડેડ જાહેર કરાયા હતા ત્યાર બાદ ડૉ. દર્શન પરમાર , ડૉ મિલન મકવાણા , ડૉ અમિત ડોડીયા એ અંગો નું દાન કરવા માટે ની માહિતી સમજાવી હતી સેવાભાવી એવા આહીર પરિવારે એક ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર દીકરા શિવમ ને અનેક જીવ માં જીવતો રાખવા માટે સહમતી આપી હતી પરિવાર ના સભ્યો રમેશભાઈ ગોપાલભાઈ ખાસા (પિતા), કંકુબેન રમેશભાઈ ખાસા (માતા) , રીનાબેન (બહેન) , રિતેશભાઈ(મોટાભાઈ) , માવજીભાઈ અને હરિભાઈ (મોટા બાપા) તેમજ સુરેશભાઈ કારાભાઈ ખાસા , માવજીભાઈ કરશનભાઈ આહીર , નારાણભાઈ શિવજીભાઈ કોવાડિયા , માવજીભાઈ પુનાભાઈ ખાસા , હરિ કાનજીભાઈ ખાસા , બાબુભાઈ કાનજીભાઈ ગાગલ દ્વારા શિવમ ના અંગદાન માટે સહમતી આપી ત્યારે ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં માણસનાં મૃત્યુ પછી ચક્ષુદાન, અંગદાન કે દેહદાન કરવાની જાગૃતતા ખુબ ઓછી છે. ક્યાંક સામાજિક કે ધાર્મિક બંધનોમાં રહીને વ્યક્તિ ના અંગદાન ની કોઈ પહેલ કરતું નથી મૃત્યુ પછી શરીર નીશ્ચેતન બની જાય છે. આવા સમયે શરીરમાં રહેલા અંગો કીડની, લીવર, હાર્ટ , ફેફસા વગેરે અંગોના ફેલ્યોર વાળા દર્દીઓ ને નવી જિંદગી આપી શકે છે. દુનિયા માં વાસ કરી રહેલા કોઈ બીમાર કે તન:સહાય વ્યક્તતને કામ આવી શકે છે. ધારો કે કોઈ વ્યક્તત અંધ છે અને અન્ય વ્યક્તિ નું મૃત્યુ થયા પછી કે પહેલા એણે ચક્ષુદાનનું સંકલ્પ પત્ર ભરેલું છે તો તેની આંખો લઈને અંધ વ્યક્તિ ને આપવામાં આવે છે. જે વ્યક્તિ અંધ છે, જેણે આજ સુધી દુનિયા જોઈ જ નથી તે કોઈ મૃત્યુ પામેલ વ્યક્તતની આંખો થકી દુનિયા ને જોઈ શકે છે. આવી જ રીતે અંગદાનમાં કોઈ વ્યક્તિ નું બ્રેઈન ડેડ થઈ ગયું હોય પણ તેનાં સમગ્ર અંગો કાર્ય કરતા હોય તો તેનું હ્રદય, બંને કીડની, લીવર, ફેફસાં, પેંક્રિયાઝ વગેરે નું દાન કરવામાં આવે છે અને કોઈ બીમાર વ્યક્તિ કે જેના આ અંગોમાં કોઈ ખામી હોય અથવા આ અંગો નબળા પડી ગયા હોય તો તેનું ટ્રાન્સપ્લાન્ટ કરીને તે વ્યક્તિ ને કોઈ મોટી બીમારી કે બીમારીનાં કારણે અકાળે થતાં મૃત્યુ થી બચી શકે છે ત્યારે અંગદાન જાગૃતિ અંગે આજ થી એક મહિના પહેલા અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ ના દિલીપભાઈ દેશમુખ ની હાજરી માં આયુષ હોસ્પિટલ ખાતે IMA ના ડોકટરો અને આયુષ હોસ્પિટલ ના તમામ ડોકટરો અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો તેના પરિણામ સ્વરૂપ આજરોજ મોરબી જિલ્લા ની કોઈ હોસ્પિટલ માં પ્રથમ અંગદાન શક્ય બન્યું હતું આજરોજ મોરબી જિલ્લા માંથી કોઈ હોસ્પિટલ માં થયેલ હોય તેવું પ્રથમ શિવમભાઈ નું બંને કિડની નું દાન SOTTO ખાતે થી ફાળવવા માં આવેલ છે અને ફેફસાં તથા લીવર નું દાન KD હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે જેમાં અંગો નું રીટ્રાઇવલ માટે KD હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબો ડૉ.અમિત શાહ , ડૉ. હાર્દિક યાદવ , ડૉ. મહેશ બી એન , ડૉ. રીતેશ પટેલ સહિત ટીમ ના ડોકટરો એ જહેમત ઉઠાવી હતી જેનું સંકલન નીખીલભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું દાન થયેલ અંગો સરળતા થી અમદાવાદ પહોંચી શકે તે માટે મોરબી પોલીસ વડા રાહુલ ત્રિપાઠી ની સૂચના થી પી.આઇ વી.એમ.લગારિયા ની ટીમ દ્વારા ગ્રીન કોરીડોર મારફતે અમદાવાદ પહોચાડવામાં આવેલ છે આ તમામ પ્રક્રિયા માં આયુષ હોસ્પિટલ ના સમગ્ર સ્ટાફ મિત્રો એ ખુબ જ સારો પરિશ્રમ કરી સહકાર આપેલ
ભુજ થી અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ ના દિલીપભાઈ દેશમુખ (દાદા) , રાજકોટ થી ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ના ભાવનાબેન મંડલી, RSS ના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડૉ જયંતીભાઈ ભાડેસિયા, નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઇઝેશન જિલ્લા પ્રમુખ ડૉ વિજયભાઈ ગઢિયા , આયુષ હોસ્પિટલ ના ડાયરેકટર ડૉ ચેતન અઘારા, આહીર પરિવાર ના સ્નેહી ગણપતભાઈ રાજગોર , સામાજિક કાર્યકર્તા હર્ષિતભાઈ કાવર અને તપનભાઈ દવે સહિતનાઓ એ પરિવાર ને સહ હ્રદય સાંત્વના પાઠવી હતી