આધુનિક યુગમાં શિક્ષણનુ મહત્વ ટોચ સ્થાને હોય શાળાના બાળકોને શબ્દજગત નામનું પુસ્તક આપી શિક્ષીકાએ શિક્ષણ પર ભાર મુકી પ્રેરણાદાયી ઉજવણી કરી
મોરબીના સાપર ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા માધુરીબેન નિમાવતે પોતાના પુત્રના જન્મદિવસે શિક્ષણ પર ભાર મૂકી પુસ્તક આપી ઉજવણી કરી હતી આમ તો આજના આધુનિક યુગમાં કેક કે અન્ય હાઈફાઈ હોટેલમાં પીઝા બર્ગર જેવા ખર્ચાળ જન્મદિવસની ઉજવણી કરે છે ત્યારે નિમાવત પરીવારે અન્યને પ્રેરણા આપી આધુનિક યુગમાં શિક્ષણ પર ભાર આપી બાળકો શિક્ષીત બને ભણીગણી કંઈક બને તેવી ભાવના સાથે એક શિક્ષિકાએ શિક્ષણને મહત્વ આપી પોતાના પુત્ર આદિત્યના જન્મદિવસની અનોખી ઉજવણી કરી સમાજને કેક કે અન્ય ખર્ચાળ જન્મદિવસની ઉજવણી કરવાને બદલે બાળકો શિક્ષીત બને તેવી ઉજવણી કરીને નવો રાહ ચીંધ્યો છે મોરબી તાલુકાના સાપર પ્રા.શાળામાં ફરજ બજાવતા માધુરીબેન નિમાવતે તેમના પુત્ર આદિત્યના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હતી આદિત્યના જન્મ દિવસ નિમિતે જેતપર સાપર પ્રા.શાળા ખાતે અભ્યાસ કરતા ૧૧૫ જેટલા વિદ્યાર્થીઓને શબ્દજગત નામના પુસ્તકની ભેટ આપી અનોખી ઉજવણી કરી હતી આ તકે શાળા પરિવાર અને સગાંવહાલાઓએ પુત્ર આદિત્યના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી