મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા તેરમાં સમૂહલગ્ન નું આયોજન તા 10-2-24 ને શનિવાર ના રોજ સવારે 10 વાગ્યે શ્રી રામધન આશ્રમ મહેન્દ્રનગર મોરબી 2 ખાતે યોજાશે આ સમૂહલગ્ન માં દશનામ ગોસ્વામી સમાજ ના પાંચ યુગલો લગ્નગ્રંથી થી જોડાશે આ સમૂહલગ્ન માં દીકરીઓ ને કરીયાવર માં માત્ર દશનામ ગોસ્વામી સમાજ ના જ દાતાઓ ના સહયોગથી સોના ચાંદી ના દાગીના થી લઈ કુલ ઘરવપરાશ ની 85 જેટલી જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવશે સંપૂર્ણ સમૂહલગ્ન નું આયોજન માત્ર દશનામ ગોસ્વામી સમાજ ના સહયોગથી કરવામાં આવ્યું છે.આ સમૂહલગ્ન માં સંતો મહંતો સહિત મોરબી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કરછ ના ગોસ્વામી સમાજના આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહેશે આ સમૂહલગ્ન સફળ આયોજન માં સમિતિના મોભી પ્રવીણભારતી ચંદ્રકાંતભારતી ગોસ્વામી,તેમજ ડો જયદીપપુરી મનસુખપુરી,અરવિંદવન ન્યાલવન,પ્રવિણગીરી વસંતગીરી,રાજેશપુરી બટુકપુરી, સહિત સમિતિના તમામ સભ્યો આયોજન ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે