મોરબી જિલ્લામાં સ્ટેટ મોનિટરીંગ સેલ ત્રાટકયુ ડિઝલચોરીનો પર્દાફાશ કરી લાખોના મુદ્દામાલ સાથે એક પોલીસકર્મી સહિત કુલ બાર સામે કાર્યવાહી કરેલ છે જેમાં પોલીસ કોન્સ્ટેબલ સહીત ૯ને દબોચ્યા છે જ્યારે ૩ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે જાણવા મળતી વિગત મુજબ મોરબી જિલ્લામાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા પીપળીયા ચાર રસ્તા પાસે માળીયા જામનગર હાઈવે પર આવેલા વિરપરડા ગામ પાસે ડિઝલચોરી ઉપર દરોડો પાડ્યો હતો જેમા ટેન્કર સ્વીફ્ટ કાર થાર ગાડી ૧૫,૨૦૦ લીટર ડિઝલ ૫,૨૦૦ લીટર પેટ્રોલ ૧૦ મોબાઈલ સહીત રૂ.૪૭,૦૫,૦૮૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ૯ આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવી ડિઝલચોરીના મસમોટા કૌભાંડનો પર્દાફાશ કરી એક પોલીસ કોન્સ્ટેબલ સહીત ૯ આરોપીઓને દબોચી અન્ય ૩ આરોપીને વોન્ટેડ જાહેર કરી સ્ટેટ મોનિટરીંગ સેલે મોરબી જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો
હાલમાં પોલીસે 12 આરોપીની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે જે પૈકિના પોલીસ કોન્સેબલ સહિત કુલ મળીને 9 આરોપીને પકડીનો પોલીસના હવાલે કરાયા છે જેમા નેતારામ ઉર્ફ રાજુ જગદીજી બાવરી રહે. ગણમંગરા ગામ રાજસ્થાન (નોકર), ગોંવિંદ હદમનરામજી બાવરી રહે. ગણમંગરા ગામ રાજસ્થાન (નોકર), સંતોક ચમનારામ બાવરી નિવાસી બોયલગામ રાજસ્થાન (નોકર), પ્રકાશ નથુરામ બાવરી રહે. ખેમા રામજી કી ધની રાજસ્થાન (નોકર), હીરાલાલ ધર્મારામ બાવરી રહે, કપેડાગામ રાજસ્થાન (નોકર), શક્તિસિંહ મધુભા જાડેજા રહે. જાખર ગામ જીલ્લો જામનગર (ટેન્કર GJ-02-XX-1672 નો ડ્રાઈવર અને મલિક), રાજેશ ઉર્ફ રાજુ દેવાભાઈ ખુંગલા રહે મોરબી તુલશીપાર્ક મોરબી (ટેન્કર .GJ-12-BX-1757 નો ચાલક), રાજેશ રામજીભાઈ મારવાણીયા રહે રાજપર મોરબી (મારુતિ સ્વિફ્ટ નં.GJ-36-RB-8607 મા ચોરીનું ડીઝલ અને પેટ્રોલ લેવા અવનાર) અને ભરતભાઈ પરબતભાઈ મિયાત્રા રહે. કુબેર નગર અક્ષરધામ પાર્ક મોરબી (પોલીસ કોન્સ્ટેબલ B.No.314 પોલીસ હેડ કવાર્ટર)(મુખ્ય આરોપી નો પાર્ટનર)નો સમાવેશ થાય છે
આ ગુનામાં હજુ ભાવેશ ઉર્ફ મુન્નો પરબતભાઈ ધ્રાંગા રહે. નાગડાવાસ મોરબી (મુખ્ય આરોપી ભાગીદાર), બિપીનભાઈ રહે મોરબી (આરોપી ના ધંધામાં ડેલ્હરેક અને હિસાબ રખનર નોકર) અને શ્રવણસિંહ રાજપૂત વતની રાજસ્થાન (મુખ્ય આરોપી) વાળાને પકડવાના બાકી છે તેને પકડવા માટે પોલીસે તજવી શરૂ કરી છે