Thursday, May 29, 2025

મોરબીની નવયુગ નર્સિંગ કોલજમાં વર્લ્ડ લેપ્રસી ડે નિમિત્તે માર્ગદર્શન સેમીનારનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા નર્સિંગ કોલેજ તેમજ બી.એડ્. કોલેજના વિદ્યાર્થીઓ માટે તારીખ ૩૦-૦૧-૨૦૨૪ ના રોજ *વર્લ્ડ લેપ્રસી ડે* નિમિત્તે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના નિવૃત શિક્ષક અને રક્તપિત્ત પીડિતો, અનાથ અને વિકલાંગોની સેવામાં જીવન સમર્પિત કરનાર એવા ચંદુભાઈ દલસાણીયા તેમજ રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા કમલેશભાઈ દલસાણીયા ને મુખ્ય વક્તા તરીકે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ. જેમાં તેમણે રક્તપિત્ત રોગના લક્ષણો, તેના ઉપાયો તેમજ તેની સારવાર અંગે સચોટ માહિતી આપી હતી તેમજ રક્તપિત્ત પીડિતો માટે ઉત્તમ કાર્ય કરતી સંસ્થા એવી સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ, હિંમતનગર વિષે વિસ્તૃત માહિતી આપી હતી. નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને વર્લ્ડ લેપ્રસી ડે નિમિત્તે રક્તપિત્ત રોગના લક્ષણો, નિવારણ, ઉપચાર, તેમજ આ રોગથી બચવા શું કાળજી લેવી તે અંગે માહિતી આપતા પોસ્ટર પ્રેઝેન્ટેશન કર્યું હતું.

સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેને સફળ બનાવવા પ્રિન્સિપાલ અને સ્ટાફગણએ જહેમત ઉઠાવી હતી.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW