Friday, March 14, 2025

રાજકોટમાં વિવિધ ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબીથી SOG એ ઝડપી લીધો

Advertisement

મોરબી: રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા ઇસમને‌ એસ.ઓ.જી. ટીમે મોરબીથી ઝડપી પાડયો છે.
નાસત ફરતા ઈસમોને ઝડપી પાડવા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલને બાતમી મળેલ કે, રાજકોટ શહેર ડી.સી.બી પો.સ્ટે. પ્રોહી એકટ ૧૧૬ (બી), ૮૧, ૮૩, ૯૮(૨), ૬૭ (A), ૬૫ (A), ૬૫ (E) તથા આઇ.પી.સી.કલમ-૨૭૨,૨૭૩,૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૮૨, ૪૮૩, ૧૨૦(બી) વિ.મુજબના ગુન્હામાં છેલ્લા ૦૪ માસથી નાસતો ફરતો આરોપી રાહુલ અશ્વિનભાઇ લુવાણા રહે.રવાપર ગામ, ઘુનડા રોડ, ૪૦૨ લોટસ-૦૨, તા.જી.મોરબી વાળો હાલે મોરબી-ર ફ્લોરા ડી માર્ટ પાસે ઉભેલ છે હોવાની બાતમી મળતા તે જગ્યાએથી ઇસમ મળી આવતા ગત તા.૦૮/૦૨/૨૦૨૪ રોજ ઝડપી લઇ સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ હસ્તગત કરી મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા સોપેલ

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW