Tuesday, February 4, 2025

મોરબી IMA દ્વારા આયોજીત બોક્સ ક્રિકેટ લીગ માં સ્કીન શાયનર્સ ટીમ વિજેતા

Advertisement

(અહેવાલ : મયંક દેવમુરારી )

*તબિબો માટે આયોજીત ક્રિકેટ લીગ માં ૧૨ મેન્સ ટીમ, ૪ વુમન્સ ટીમ તથા ૨ કીડ્સ ટીમે ઉત્સાહભેર ભાગ લીધો.*

મોરબી IMA દ્વારા મેડિકલ ક્ષેત્રે કાર્યરત વિવિધ વિભાગો ના તબિબો માટે શહેર ના થ્રીલ એન્ડ ચીલ ખાતે બોક્સ ક્રિકેટ લીગ નું અનેરૂ આયોજન કરવા માં આવ્યુ હતું જેમા. ૧૨ મેન્સ ટીમ, ૪ વુમન્સ ટીમ તથા ૨ કીડ્સ ટીમે ઉત્સાહભેર ભાગ લીધો હતો. કુલ 25 મેચો ની આ ટુર્નામેન્ટ ના અંતે મેન્સ ફાઈનલ મેચ પીડીયા પેન્થર્સ તથા સ્કીન શાયનર્સ વચ્ચે રમાયો હતો જેમાં ડો. જયેશ સનારીયા ની કપ્તાની માં સ્કીન શાયનર્સ ટીમ વિજેતા થઈ હતી, તે ઉપરાંત વુમન્સ ફાયનલ મેચ માં ડો. પાયલ ફેફર ની કપ્તાની માં મોરબી ક્વિન્સ ટીમ વિજેતા બની હતી. મેન ઓફ ધ સિરિઝ નો ખિતાબ ડો. દર્શન નાયકપરાએ તેમજ વુમન ઓફ ધ સિરિઝ નો ખિતાબ ડો. નિધિ સરડવાએ મેળવ્યો હતો. ઈમર્જીંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ નો ખિતાબ મેન્સ માં અથર્વ ગામી તેમજ વિમેન્સ માં રીરી અધારાએ મેળવ્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અમ્પાયર તરીકે નેસ્ટ સ્કુલ ના ક્રિકેટ કોચ કપીલ કુમારે સેવા આપી હતી.
ટુર્નામેન્ટ ને સફળ બનાવવા મોરબી IMA ના પ્રમુખ ડો.નિકુંજ વડાલીયા, સેક્રેટરી ડો.વિરલ લહેરુ સહીત ના હોદેદારોએ જહેમત ઉઠાવી હતી.
-લી.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW