Monday, February 3, 2025

લાડકી દીકરી માટે સરકારની ખાસ યોજના, મળશે રૂ.૧,૧૦,૦૦૦ લાખ ની સહાય

Advertisement

દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, દીકરી એટલે આશીર્વાદમાં મળેલા ઈશ્વર – વ્હાલી દિકરી યોજનાના લાભાર્થી વરિયા બંસી બેન

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વ્હાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. વ્હાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે. વાત કરીએ વ્હાલી દિકરી યોજનાની તો,દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

વ્હાલી દીકરી યોજનાના લાભાર્થી વરિયા બંસી બેન આ યોજના તેમને કઈ રીતે લાભદાયી બને છે તે અંગે પૂછતા તેઓ જણાવે છે કે, “અમને વ્હાલી દીકરી યોજનાની જાણ થતા મોરબી જિલ્લા મહીલા અને બાળ વિકાસ અધિકારી કચેરીએ ફોર્મની માંગણી કરેલી હતી અને મને ત્યાંથી ફોર્મ મળેલું હતું અને અમે બધા ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા. જેથી સરકાર દ્વારા અમને વ્હાલી દિકરી યોજનાનો મંજૂરી પત્ર અમને આપવામાં આવ્યો છે .આગામી સમયમાં અમારી દીકરીને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવશે જેથી અમે સરકારનો હૃદયથી આભાર વ્યકત કરીએ છીએ’’.

વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા ગૂજરાત સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા વાર્ષિક આવક બે લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોય તો તેને આ યોજના હેઠળ ૧,૧૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે. જે વ્યક્તિ વ્હાલી દીકરી યોજનાનો લાભ માતા-પિતાની પેહલી બે દીકરીઓ માટે મળી શકે છે, જે માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યમાં રહેતો હોવો જરૂરી છે, અને તેથી, વ્યક્તિ પાસે બેંકનું એકાઉન્ટ હોવું જરૂરી છે, ઉપરાંત અરજી કરનાર વ્યક્તિની વાર્ષિક આવક બે લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોવી જોઈએ.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW