Friday, March 14, 2025

સસ્તા ભાવે ગેસ મળી રહે તે માટે મોરબી સિરામિક એસોસિએસનના હોદેદારોએ ગુજરાત ગેસના એમડીને કરી રજૂઆત

Advertisement

ગાંધીનગર ખાતે ગુજરાત ગેસના M D મીલીંન તોરવણે ની સાથે મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખો મુકેશભાઈ કુંડારીયા, કીરીટભાઈ પટેલ, પુવઁ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા તેમજ પોલીપેકના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ પનારા દ્વારા હાલમા આંતરરાષ્ટ્રીય બજારમા સ્પોટ ભાવ ખુબજ ઘટી ગયા હોવાથી રૂ. ૮.૦૦ થી ૧૦.૦૦ રૂ. ગેસના ભાવ ઘટાડવા બાબતે ચર્ચા વિચારણા કરી, જેમા MD દ્વારા આતંરરાષ્ટ્રીય ભાવને ધ્યાનમાં રાખીને ભાવ ઘટાડો કરવાની ખાતરી આપેલ, તેમજ હાલ આંતરરાષ્ટ્રીય બજારમા સ્પોટ ભાવ ખુબજ નીચા હોવાથી તેનો લાભ સીરામીક ઈન્ડસ્ટ્રીઝને લાંબા સમય સુઘી નીચા ભાવથી ગેસ મળી રહે તે માટે લોંગ ટર્મના ગેસ એગ્રીમેન્ટ કરવા બાબતે પણ ચચાઁઓ કરેલ, જે બાબતે ગુજરાત ગેસ MD ના જણાવ્યા મુજબ લોંગ ટર્મ એગ્રીમેન્ટ માટે ટુંક સમયમા પ્રક્રીયા શરુ કરશે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW