Friday, January 10, 2025

મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા મહા મતદાન યોજાયુ

Advertisement

*મોરબી જિલ્લાના શિક્ષકો સહિત તમામ કર્મચારીઓ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી શટ ડાઉન,પેન અને ચોક ડાઉન કર્યું*

મોરબી, છેલ્લા ત્રણેક વર્ષથી શિક્ષકો સહિતના તમામ કર્મચારીઓ જૂની પેન્શન પુન: લાગુ કરવા માટે અને અન્ય પડતર પ્રશ્નો માટે આંદોલન ચલાવી રહ્યા છે,વિધાનસભાની ચૂંટણી પહેલાં પાંચ મંત્રીઓની કમિટીએ વર્ષ 2005 પહેલાં નિમણુંક પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો હતો,વખતોવખત રજુઆત કરવા છતાં ઠરાવ બહાર પાડેલ નથી તેમજ HTAT મુખ્ય શિક્ષકો નોકરીમાં લાગ્યા એને તેર તેર વર્ષના વાણા વાઈ ગયા અત્યાર સુધી અનેક બેઠકો, મિટિંગો થઈ ગઈ છતાં HTAT મુખ્ય શિક્ષકોના નિયમો બહાર પાડ્યા ન હોય,શિક્ષકો સહિતના મોરબી જિલ્લાના તમામ કર્મચારીઓ પોતાની માંગણીઓ માટે મહા મતદાન કર્યુ હતું જેમાં મોરબી જિલ્લાની તમામ પે સેન્ટર શાળાએ ચૂંટણી મથકમાં એક એક પ્રિસાઈડિંગ ઓફિસરની નિમણુંક કરવામાં આવેલ ,પે સેન્ટર ઉપર તમામ શિક્ષકો તેમજ તલાટી મંત્રીઓ ગ્રામ્ય લેવલના અન્ય કર્મચારીઓ મત પત્રકમાં પોતાની માંગણીઓ સામે ટિક માર્ક કરી મતદાન કર્યું હતું એવી જ રીતે જિલ્લા પંચાયત અને જિલ્લા સેવાસદન ખાતે તેમજ તાલુકા પંચાયત અને તાલુકા સેવાસદન ખાતે પણ કર્મચારીઓ ફરતી મતદાન પેટીમાં મતદાન કર્યુ હતું.સમગ્ર જિલ્લામાં માટે 5000 પાંચ હજારથી વધુ મતપત્રો અને 125 જેટલી મતપેટીઓ અને દશ જેટલી ફરતી મતપેટી તૈયાર કરવામાં આવી હતી.6 માર્ચ 2024 ના રોજ તમામ શિક્ષકો સહિતના કર્મચારીઓ મહા મતદાનની સાથે સાથે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી શટ ડાઉન,પેન ડાઉન,ચોક ડાઉન કર્યું વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી શિક્ષકોની ઓનલાઈન હાજરી, મધ્યાહ્નન ભોજનની ઓનલાઈન હાજરી તેમજ અન્ય કોઈપણ પ્રકારની ઓનલાઈન કામગીરીથી અળગા રહ્યા હતા,સમગ્ર દિવસ દરમ્યાન ચોકથી પણ અળગા રહ્યા હતા વિદ્યાર્થીઓને રમત ગમત અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ જ કરાવી હતી સાંજે તમામ તાલુકાઓમાંથી મતપેટીઓ જિલ્લા મથકે જમા કરવામાં આવેલ અને જિલ્લા મથકે મતપત્રોની ગણતરી નિલકંઠ વિદ્યાલય ખાતે ગણતરી કરીને રાજ્યકક્ષાએ સીલબંધ કરવા રિપોર્ટિંગ કરવામાં આવશે આમ શિક્ષકો સહિતના તમામ કર્મચારીઓ હાલ પોતાની માંગણીઓ માટે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW