વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસકાળ દરમિયાન પાઠ્યપુસ્તકોનું અભ્યાસ તો કરતા જ હોય છે પરંતુ સાથોસાથ પાઠ્યપુસ્તક સિવાયના જીવન ઉપયોગી પુસ્તકોનો અભ્યાસ પણ કરે અને વિદ્યાર્થીઓને ઈતર વાંચનનો રસ કેળવાય તેવા ઉંમદા હેતુથી મોરબીની પી.જી. પટેલ કોલેજમાં આજરોજ તારીખ 9/3/2024 ના રોજ પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ ની રાહબરી હેઠળ Book Review શીર્ષક હેઠળ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ પોતાની રસ રુચી મુજબ એક ચોક્કસ બુકનો અભ્યાસ કરી આ બુક અંગે પોતાના મંતવ્યો અને વિચારો રજૂ કરવાનુ પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં પ્રથમ ક્રમે પરમાર મીરા (FY B.Com) દ્વિતીય ક્રમે જોષી અક્ષીતા (TY BBA)અને તૃતીય ક્રમે સરધારા કૃપેશા (SY B.Com) રહ્યા હતા. આ તકે કોલેજના આચાર્યશ્રી તથા તમામ સ્ટાફગણે તમામ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના મહિલા પ્રાધ્યાપક ડો.કાજલ પાઘડાળ દ્વારા કરવામાં આવ્યું હતું.