Sunday, February 2, 2025

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં બાળ આરોગ્ય સંભાળ અને સ્વાસ્થ્ય અંગે મહત્વ પૂર્ણ નિર્ણય કર્યા છે

Advertisement

મુખ્યમંત્રીશ્રીએ રાજયમાં જે બાળકોને સરકાર તરફથી એકવાર વિનામુલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે તેવા બાળકોને બીજા કોકલીયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર માટે અગાઉ ૫૦ ટકા પ્રમાણે આપવાના થતા ફાળા ને બદલે હવે લાભાર્થી પાસેથી માત્ર ૧૦% ફાળો લેવાનો નિર્ણય કર્યો છે.જેથી વાલીઓ બાળકને અગાઉ આપવામાં આવેલ કોકલીયર મશીનની કાળજી વ્યવસ્થિત લેશે.

એટલું જ નહિ જે કિસ્સાઓમાં લાભાર્થીઓએ સરકારી સહાય વગર પોતાના ખર્ચે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાવેલું હશે તેમાંથી ચાર લાખ રૂપિયા થી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓને એક વાર કોકલીયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર માટે હવે લાભાર્થી પાસેથી ૧૦ ટકા ફાળો લેવાની જોગવાઇ કરવામાં આવી છે.

સુપર સ્પેશિયાલીટી સારવાર માટે અમદાવાદ ખાતે રીફર થતા શાળા 3 આરોગ્ય કાર્યક્રમના તમામ લાભાર્થીઓને તેમના રહેઠાણથી આરોગ્ય સંસ્થા સુધીનુ જવા આવવાનું મુસાફરી ભથ્થુ એસ.ટી.ના ભાવ મુજબ મળશે તેવો પણ નિર્ણય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે કર્યો છે.

રાજ્યમાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત કોકલિયર ઇમ્પલાંટ ઓપરેશનનો અંદાજિત ખર્ચ 7 લાખ રૂપિયા જેટલો થાય છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 3061 કોકલિયર ઇમ્પલાંટ ઓપરેશન માટે 214 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
રાજ્યમાં હાલ લગભગ 200 બાળકોને કોકલિયર ઇમ્પલાંટ પ્રોસેસર ની જરૂરિયાત છે. આવા એક પ્રોસેસર ની અંદાજિત કિંમત 3 લાખ રૂપિયા થાય છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ના આ બાળઆરોગ્ય હિત લક્ષી નિર્ણય ને પરિણામે આવા બાળકોને માત્ર 10 ટકા ફાળામાં આ કોકલિયર ઇમ્પલાંટ પ્રોસેસરનો સેવા લાભ મળતો થશે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW